________________ 433 ઉત્તર-ના. આયુષ્યકર્મમાં એવું નથી. પહેલી વાત તે એ છે કે ૬૦મા વર્ષના અકસ્માતના સમયે (તે જ વખતે) બાકીના 40 વર્ષનું આયુષ્ય પણ ભગવાઈ જાય છે. જીવ આયુષ્યના બધા પુદ્ગલે તે જ વખતે ખેંચીને પણ વાપરી નાંખે છે, જેથી આયુષ્યના પુદ્ગલને એક પણ દળીયે શેષ રહેતું નથી બધા જ ખપી જાય છે. 60 મા વર્ષના અકસ્માત સમયે સેએ સે વર્ષનું આયુષ્ય ખલાસ થઈ જાય છે. એટલે શેષ કંઈ રહેતું જ નથી. જેથી આવતા ભવમાં વધારે કંઈ પણ ઉમેરે થતું જ નથી. કેઈ પણ જીવને જ્યારે ઉપક્રમ નડે છે ત્યારે તે જ અંતિમ અંતર્મુહૂર્તમાં જ સર્વશેષ આયુષ્ય ભેગવાઈને ખલાસ થઈ જાય છે. સર્વદ્રવ્ય આયુષ્ય એટલે આયુષ્યકર્મના પુદ્ગલ દળિયા આપ્યા પછી કાળઆયુષ્ય બાકી રહેતું જ નથી. આગામી જન્મના આયુષ્યને આધાર વર્તમાન ભવ ઉપર રહેલ છે. આયુષ્ય અપવર્તનીય છે કે અનપવર્તનીય છે તેને આધાર પરિણામની તરતમતા ઉપર રહેલો છે. આયુષ્ય બાંધતી વેળા પરિણામ જે મંદ હોય તે આયુષ્યને બંધ શિથિલ થાય. અને જે તીવ્ર દ્રઢ પરિણામ હોય તે આયુષ્યને બંધ ગાઢ થાય. આયુષ્ય અપવર્તનીય અનપવર્તાનીય સેપકમ સેપક્રમ નિરપક્રમ