________________ 122 “જો નિમિત્ત પવિલાપ શેષા” તત્વાર્થમાં ઉમાસ્વાતિજી આ સૂત્રથી અવધિજ્ઞાનના છ ભેદ જણાવે છે. આ ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચને થાય છે. તે 6 પ્રકારે આ પ્રમાણે છે :(1) અનુગામિ–એક સ્થાનેથી બીજા સ્થાને જતા આંખની જેમ જે સાથે જ આવે તેને અનુગામિ અવધિજ્ઞાન કહેવાય છે. (2) અનુગામિ–આ અનુગામિથી ઊલટું છે. અર્થાત્ જે જગ્યાએ અવધિજ્ઞાન થયું હોય તે સ્થાનથી બીજે જાય તે આ જ્ઞાન સાથે નથી આવતું એટલે અનનુગામિ કહેવાય છે. (3) વધમાન-પિતાની પરિણામવિશુદ્ધિની સાથે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાને સાથે લઈને દિવસે દિવસે વધે તેને વર્ધમાન અવધિજ્ઞાન કહ્યું છે. (4) હીયમાન –આ વર્ધમાનનું ઊલટું છે. જે પરિણામેની અશુદ્ધિથી દિવસે દિવસે ઘટે તેને હીયમાન અવધિજ્ઞાન કહેવાય છે. (5) પ્રતિપાતિ-જેમ દવે ઓલવાઈ જાય, તેમ જે અવધિજ્ઞાન થઈને એકાએક ચાલ્યું જાય તેને પ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે. (6) અપ્રતિપાતિ–કેવલજ્ઞાન થવાના અંતમુહૂર્ત પહેલાં જે પ્રગટ થાય છે. અને કેવલજ્ઞાન પ્રગટ થયા પછી જે કેવલજ્ઞાનમાં સમાઈ જાય છે તેને અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે. આને જ પરમાવધિજ્ઞાન પણ કહેવાય છે. દેવતાઓ, મનુષ્ય, નારકીઓ અને તિર્યંચે આ ચારેયને અવધિજ્ઞાન થઈ શકે છે. અમુક