________________ 313 રાવણ-મંદોદરીની જિનભક્તિ યદ્યપિ રાવણને ખરાબ ચિતરવામાં આવ્યું છે. તે ખરાબ હતે, એમ ઈતિહાસકારે લખે છે જરૂર ખરાબ ! પણ ખરાબ કેણ વ્યક્તિ કે વ્યક્તિની દષ્ટિ વ્યક્તિ ક્યારેય પણ ખરાબ નથી હોતી. અને જન્મજાત બધા જ કંઈ સારા પણ નથી હોતા. સારી કે ખરાબ તે માનવની દૃષ્ટિ કે વૃત્તિ હોય છે ભલે રાવણ સીતાને અશોકવાટિકામાં લઈ આવ્યું છે. તીવ્ર કામેચ્છા, ભેગેચ્છાને કારણે આતુર બન્યું છે, પરંતુ પરાણે બળાત્કાર નહીં! ખરાબ હોવા છતાં રાવણે સીતાની ઈચ્છા વિરુદ્ધ પરાણે બળાત્કાર કર્યો પણ નથી. એ જ રાવણ સ્વપત્ની મંદોદરી સાથે પરમાત્માની સ્તુતિ કરવા નીકળ્યા. અષ્ટાપદ પર્વતે રાવણ મંદોદરી પત્ની સાથે નૃત્યભક્તિમાં જોડાયે રાવણ વીણુ વગાડે છે, જ્યારે મંદોદરી પ્રભુ આગળ નાચે છે. નૃત્યભક્તિમાં એકાગ્રતા, તલ્લીનતા, તન્મયતા, તદાકારતા સર્જાવા માંડી. ભક્તિમાં રાવણ તરળ બની ગયે હતે. મંદોદરી પણ નૃત્યભક્તિમાં બધું જ ભાન–મેહ ભૂલી જઈને એક માત્ર પરમાત્માની ભક્તિમાં લીન બની–એકરસ બનીને ભક્તિ કરવા લાગ્યા. ત્યાં તે આશ્ચર્ય, રાવણના હાથમાંની વીણાને તાર તૂટી ગયે. તાર તૂટતાં જ રાવણે વિચાર કર્યો,-હવે શું કરીશું ? મંદોદરીના શ્રેષ્ઠ નૃત્યની ભક્તિમાં ખલેલ તે ન જ પહોંચવી જોઈએ. તુરત નિર્ણય લીધો અને રાવણે પગમાંથી નસ ખેંચી કાઢીને વીણામાં સાથે જોડી દીધી, ભક્તિ અખંડ રહી. સુંદરભાવની વૃદ્ધિ થવા લાગી. અને પરમાત્માની આવી અદ્દભુત ભક્તિ વડે રાજન રાવણે તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું. અને રાવણને જીવ પણ તીર્થંકરપદ પામી મહાવિદેહે મેક્ષ પામશે.