________________ 172 સમ્યકત્વને મહાન લાભ જે જીવ જે ઘડીએ સમ્યફવ પામે છે કે તુરંત એ જ વખતે એને મેક્ષ નક્કી થઈ જાય છે આજ દિવસ સુધી જે સંસાર અનંત કાળને હતું તે હવે મર્યાદિત થઈ ગયે. કાળ જે અનંત પુગલપરાવર્તન હતું તે હવે મર્યાદિત થઈને માત્ર અર્ધપુગલપરાવર્તને જ શેષ રહી ગયા છે. હવે એ જીવને ભૂતકાળની માફક અનંત કાળ સુધી સંસારમાં રખડવું નહીં પડે. હવે તે અર્ધપગલપરાવર્ત કાળમાં જીવ મેક્ષે જવાનો જવાનો ને જવાને. કેટલું આશ્ચર્ય! એક માત્ર સમ્યફવના પામવાથી જીવને મેક્ષ નકકી થઈ જાય છે. ભલે ને અર્ધપુદ્ગલપરાવર્ત કાળ ગમે તે માટે હાય, ભવસંખ્યા અસંખ્યની પણ થવાની હોય તે પણ આટલા કાળમાં તે જીવ મેક્ષે જવાને જ. ભલે સમ્યકત્વ આવીને ચાલ્યું પણ જાય પરંતુ એક જ વારને સ્પર્શ પણ મહાન લાભદાયક નીવડે છે. પરંતુ આવું આ સમ્યકત્વ છે શું? વિય-નિર-09-જાવા-સા–સંવર-વધ-વ-નિઝરબા | जेणं सद्दहइ तयं, सम्मं खइगाइबहुभेअं॥ કર્મગ્રંથમાં દેવેન્દ્રસૂરિ મહારાજ જણાવે છે કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જ, બંધ તથા મેક્ષ આ નવત ઉપર જે શ્રદ્ધા થાય તેને સમ્યકત્વ કહેવાય છે. "तमेव सञ्च निसंकं जं जिणेहिं पवेइयम्" તે જ શંકારહિતપણે સત્ય છે કે જે જિનેશ્વર ભગવંતે કહ્યું છે. પ્રશ્ન–સત્ય પ્રત્યેની શ્રદ્ધાને સમ્યફત્વ કહીએ છીએ? કે જિનેશ્વર ભગવંત પ્રત્યેની શ્રદ્ધાને ? - વિચાર કરે તે સ્પષ્ટ જણાય છે કે આ વાક્યમાં જે શબ્દ વાપર્યો છે. અર્થાત્ પ્રરૂપિત. સવ જ્ઞ એવા ભગવંતે જે તત્વની પ્રરૂપણ કરી છે તેને વિષે દઢ શ્રદ્ધા તે સમ્યક્ત્વ.