________________
પ્રત્યેકબુદ્ધ શ્રીરકડ મુનિતુ ચરિત્ર,
( ૧૭ ) એમ શ્રી જિનેશ્વર પ્રભુએ કહેલી આરાધના કરવા માંડી. તેમાં પ્રથમ ચારશરણને અંગીકાર કરી પાતાના દુષ્ટ કર્મની નિંદા કરતી એવી તે ચેટકરાજની પુત્રીએ સર્વે જીવાને, સંઘને અને જિનમતને ખમાવ્યા. સાધુ અને શ્રાવકાના સુકાયે†ની અનુમાદના કરીને તેણીએ સ્વભાવથી સાગારી અનશન આંગીકાર કર્યું. “ જો મ્હારા દેહને પ્રમાદમૃત્યુ થાય તે આજ અવસ્થાને વિષે એક ક્ષણમાત્રમાં આ દેહ, ઉપધિ અને આહાર પ્રમુખ ત્યજી દઉં છું અને જિનમતના સાર રૂપ, મૃત્યુનું રક્ષણ કરનાર, પાપને દૂર કરનાર અને વિજ્ઞને નાશ કરનાર એવા પરમેષ્ઠી મત્ર નમસ્કારને શુભ ભાવથી સ્મરણ કરૂં છું. હવે પછી મ્હારે સુખના સામ્રાજય પદ રૂપ રાજયે કરીને સર્યું અર્થાત તેનું મ્હારે કાંઇ પ્રયાજન નથી પરંતુ આ પરમેષ્ઠિ નમસ્કાર, મને એકલીને ત્યજી ન દ્યો. ”
**
આ પ્રમાણે વિચાર કરીને મનમાં નમસ્કારનુ સ્મરણ કરતી એવી તે પદ્મા વતી એક દિશા તરફ ચાલી. એવામાં શુદ્ધત્રતવાલી તે મહારાણીએ કાઈ એક મહા ઉગ્રવ્રતવાળા તાપસને દીઠે. પદ્માવતી તેમની પાસે જઇ વઢના કરીને ઉભી રહી એટલે તે તાપસે પૂછ્યું કે “ હે વત્સે ! કહે, તું કાણુ ? કેાની પત્ની અને કેની પુત્રી છે ? ખરેખર આકૃતિએ કરીને તે તું કાઈ મ્હોટા ભાગ્યશાલીના ઘરને વિષે ઉત્પન્ન થએલી દેખાય છે. તું નિર્ભયપણે કહે કે ત્હારી આવી અવસ્થા શાથી થઈ ? અમે પણ ઉપશમધારી તાપસા છીએ. ” પછી વિશ્વાસ પામેલી પદ્માવતીએ, નિલ ધર્મ કાર્ય કરવામાં તત્પર એવા તે તાપસને વિકાર રહિત જાણી તેની આગલ પોતાનું સર્વ વૃત્તાંત કહ્યું. તાપસે પણ ચેડા મહારાજાની પુત્રીને અમૃતના મ્હોટા કયારા સમાન વચનવડે કરીને સિચન કરી. તે આ પ્રમાણે “ હે વત્સે ! તું અહિં આવી મહા ચિંતાવડે પોતાના મનને કેમ બહુ દુઃખી કરે છે ? આ સંસાર તા આવીજ રીતે નિરંતર વિપત્તિઓના સ્થાન રૂપજ છે. માણસ, અનિત્યપણાથી એ વિપત્તિને જીતવાનુ વૃથા મન કરે છે. કારણ કે મનુષ્ય ઉત્પન્ન નહિ થયે છતે એ વિપત્તિ પણ ઉત્પન્ન થતી નથી અને ઉત્ત્પન્ન થએલા મનુષ્યને તેા એ હણી નાખે છે. વળી કાઇ પણ થએલી અથવા થવાની વસ્તુ અર્થથી સત્ય નથી માટે સદ્ગુરૂષાએ વર્તમાન ચેાગ્યથીજ ચાલવું. આ પ્રમાણે પ્રતિબે:ષ આપીને તાપસ, રાણીને પોતાના આશ્રમમાં લઇ ગયા ત્યાં તેણે પોતે આણેલા લેવડે કરીને રાણીને ભાજન કરાવ્યું, પછી અકૃત્રિમ ઉપકારી એવા તે તાપસે સતીને એકાંત સ્થાનકે લઈ જઈને હર્ષથી આ પ્રમાણે કહ્યું. “ અહિંથી હવે હળાથી નહિ ખેડાયેલા સાવદ્ય પર્વ તા આવે છે. માટે તે મુનિઓથી ઉલ્લધીને જવાય નહીં. આ દંતપુર નગરના માર્ગ છે. તે નગરમાં દંતચક્ર નામે રાજા છે, માટે ત્યાં જઇ અને પછી કાઇ સંગાથની સાથે ત્યાંથી નિર્ભયપણે પોતાના નગર તરફ જજે” તાપસ આ પ્રમાણે કહીને તુરત પોતાના આશ્રમ પ્રત્યે આન્યા. પદ્માવતી પણુ દંતપુરમાં આવી કોઇ સાધ્વી
3