________________
૧૩
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના
વળી કેટલાક આચાર્યો જ્યોતિષ્ક વિમાનાધિપતિને ઉત્પાતકાળમાં સ્થાનના માહાભ્યથી નિશ્ચય સમ્યક્તવાળા કહે છે, અને દેવભવના ઉત્પાત પછી વ્યવહાર અથવા નિશ્ચયસમ્યક્તવાળા કહે છે, તેનું નિરાકરણ કરીને નિશ્ચયસમ્યક્ત શું ચીજ છે, તેનું યુક્તિથી સ્થાપન કરેલ છે.
શ્લોક-૧૭માં પૂર્વપક્ષી લુપાક જે શંકા કરે છે કે, શાસ્ત્રમાં દેવોને અધાર્મિક કહ્યા છે, માટે તેમની પૂજા પ્રમાણ થઈ શકે નહિ, તેનું નિરાકરણ કરેલ છે, અને બતાવેલ છે કે, પાંચ સ્થાનોથી જીવ દુર્લભબોધિ કર્મ બાંધે છે. તે પાંચ સ્થાનો અંતર્ગત દેવોનો અવર્ણવાદ પણ દુર્લભબોધિનું કારણ છે. માટે જે દેવોને અધર્મી સ્થાપન કરે છે, તે દેવનો અવર્ણવાદ છે. વસ્તુતઃ દેવો ભૂતકાળમાં સંયમ પાળીને સંયમના ફળરૂપે દેવભવને પામ્યા છે, માટે તેવા દેવોને અધાર્મિક કહેવા તે મહાપાપરૂપ છે. આથી જ શાસ્ત્રમાં દેવો અવિરતિવાળા હોવા છતાં દેવોને નોવિરત, નોઅવિરત કહેલ છે, અને તેનું તાત્પર્ય અનેક યુક્તિઓથી બતાવેલ છે.
વળી આગમમાં પાંચ સ્થાનોથી જીવ સુલભબોધિ થાય છે, તેમાં દેવોના વર્ણવાદથી પણ જીવ સુલભબોધિ થાય છે, તેમ બતાવેલ છે, અને ત્યાં દેવોના શીલની પ્રશંસા જ કરેલ છે. તેથી દેવોમાં અવિરતિ હોવા છતાં ભગવાનની આશાતનાનો પરિહાર કરે એવું ઉત્તમ શીલ પૂર્વજન્મના સંયમપાલનના ફળરૂપે જ છે એ વાત પણ યુક્તિથી બતાવેલ છે.
શ્લોક-૧૭માં દેવોમાં ધર્મ છે, તેના સ્થાપક ગુણોને બતાવેલ છે. તે ગુણો અંતર્ગત દેવો પણ નિષ્પાપ વાણી બોલનારા હોય છે અને તે કઈ અપેક્ષાએ છે, તેનું યુક્તિથી કથન કરેલ છે.
વળી, સમ્યગ્દષ્ટિ દેવો મૈત્રાદિ ગુણની પરિણતિવાળા હોય છે, ગુણવાન પ્રત્યે ભક્તિવાળા હોય છે અને અગ્નિ મુક્તિપથના પ્રયાણવાળા હોય છે. આમ છતાં શ્રમિત થયેલા મુસાફરની જેમ દેવભવમાં થાક ઉતારવા માટે જ દિવ્ય ભોગો ભોગવે છે અને દેવભવમાં દર્શનલક્ષણ એક ક્રિયાવાળા હોય છે, તે બતાવેલ છે.
શ્લોક-૧૮માં સૂર્યાભદેવના પ્રસંગને ગ્રહણ કરીને દેવતાઓનું ભક્તિકૃત્ય સાધુને અનુમોદ્ય નથી, તેમ બતાવીને મૂર્તિની પૂજાને અકર્તવ્યરૂપે સ્થાપન કરનાર સ્થાનકવાસીની યુક્તિઓનું નિરાકરણ કરેલ છે.
શ્લોક-૧૯માં ભગવાનને સૂર્યાભદેવની નૃત્યકરણરૂપ ભક્તિ સંમત હોવા છતાં સૂર્યાભના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને સાક્ષાત્ શબ્દથી તે કરવાની અનુજ્ઞા આપેલ નથી, પરંતુ મૌનથી જ સંમતિ આપેલ છે, તેથી સાધુએ કયા સ્થાનમાં મૌનથી સંમતિ આપવાની હોય છે અને કયા સ્થાનમાં સાક્ષાત્ શબ્દથી સંમતિ આપવાની હોય છે, તેનું નિરૂપણ કરેલ છે.
શ્લોક-૨૦માં જે સ્થાનમાં સાવદ્ય ક્રિયા હોય ત્યાં સાધુઓ મૌનથી જ સંમતિ આપે છે, જેમ - પ્રતિમાઅર્ચનાદિની ક્રિયાવિષયક કર્તવ્યની પૃચ્છા કોઈ ગૃહસ્થ કરે તો સાધુ “તું કર' એ પ્રમાણે અનુજ્ઞા આપે નહિ, આમ છતાં મૌનથી સાધુની ત્યાં સંમતિ છે, તે બતાવેલ છે.