________________
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના
૧૧
મુનિઓએ લબ્ધિનો પ્રયોગ કર્યો તત્કૃત તેઓને વિરાધના છે, પરંતુ ભગવાનની મૂર્તિના દર્શનકૃત તેઓને વિરાધના નથી, તે બતાવીને ચારિત્રમાં લબ્ધિ ફો૨વવાથી કઈ રીતે માલિન્ય થાય છે અને થયેલા માલિન્યની આલોચના ન ક૨વામાં આવે તો વિરાધિતચારિત્રવાળા બાય છે, તે વાત બતાવેલ છે.
શ્લોક-૭માં પૂર્વપક્ષી લુંપાક ચારણ મુનિના દૃષ્ટાંતને લઈને કહે છે કે, ચારણ મુનિઓ જ્યારે નંદીશ્વરાદિ ઉપ૨ જાય છે, ત્યારે ત્યાં ચૈત્યોને અપૂર્વ જોવાથી વિસ્મય થવાને કારણે નમસ્કાર કરે છે, પરંતુ ભગવાનની મૂર્તિ પૂજ્ય છે, તે દૃષ્ટિથી નમસ્કાર કરતા નથી. એ પ્રકારની લુંપાકની શંકાનું નિરાકરણ કરેલ છે.
શ્લોક-૮માં નંદીશ્વરને જોઈને ભગવાનનું જ્ઞાન તથ્ય છે, તેવી બુદ્ધિ થવાથી ભગવાનના જ્ઞાનને ચારણ મુનિઓ નમે છે, પરંતુ ચૈત્યોને નમતા નથી, એ પ્રકારનો આગમના આલાપકનો અર્થ કરીને ચૈત્યપદનો અર્થ ‘જ્ઞાન’ છે, તેમ લુંપાક કહે છે, તેનું નિરાકરણ કરેલ છે; અને ‘ચૈત્ય’ શબ્દની વ્યુત્પત્તિ કઈ રીતે પ્રતિમાની વાચક છે અને જ્ઞાનની વાચક નથી, તે વાત વ્યાકરણની મર્યાદાથી બતાવેલ છે.
વળી, લબ્ધિ ફો૨વીને ચારણો જાય છે ત્યારે તેમને પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે, અને ગૌતમસ્વામી અષ્ટાપદ પર્વત ઉપર લબ્ધિ ફો૨વીને ગયા છતાં ત્યાં પ્રાયશ્ચિત્ત નથી. તેથી કઈ રીતે લબ્ધિ ફો૨વવામાં પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય અને કઈ રીતે લબ્ધિ ફો૨વવામાં પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત ન થાય, તેનો પણ બોધ પ્રાપ્ત થાય છે.
શ્લોક-૯માં દેવતાઓથી પણ ભગવાનની પ્રતિમા વંદનીય છે, માટે ભગવાનની પ્રતિમા પૂજનીય છે, તે વાત યુક્તિથી કહેલ છે. તેમાં દેવતાઓથી પ્રતિમા વંદનીય છે તેમાં ભગવતીસૂત્રનો આલાપક બતાવેલ છે, અને તે આલાપકમાં લુંપાક અરિહંતનો અને અરિહંતચૈત્યપદનો એક અર્થ કરીને અરિહંતની પ્રતિમાને અવંદનીય સ્થાપન કરે છે, તેનું નિરાકરણ કરેલ છે.
શ્લોક-૧૦માં અનાશાતના વિનય વડે કરીને ભગવાનની મૂર્તિ દેવતા વડે વંદનીય છે, તેથી પણ ભગવાનની મૂર્તિ વંદનીય છે, તે બતાવેલ છે. અને દેવતાઓ સુધર્માસભામાં ભગવાનની આશાતનાનો પરિહાર કરે છે, તેનું કારણ સુધર્મસભામાં ભગવાનના દેહનાં હાડકાંઓ રહેલાં છે, જે સ્થાપનાનિક્ષેપા સ્વરૂપ છે, તેથી શાસ્ત્રમાં સુધર્મસભાના પદની જે વ્યુત્પત્તિ કરેલ છે, તેનાથી પણ સ્થાપનાનિક્ષેપો પૂજનીય સિદ્ધ થાય છે, તે બતાવેલ છે.
શ્લોક-૧૧માં સૂર્યાભના અધિકારમાં પણ ભગવાનની મૂર્તિની પૂજનીયતા બતાવેલ છે, તેનાથી પણ ભગવાનની મૂર્તિ કઈ રીતે પૂજનીય છે, તે સિદ્ધ થાય છે.
શ્લોક-૧૨માં સૂર્યાભદેવના પ્રસંગમાં પ્રા-પશ્ચાત્ હિતાર્થિતાનું કથન કરેલ છે. તેનો અર્થ આલોકના પ્રાક્-પશ્ચાત્ હિતને ગ્રહણ કરીને લુંપાક મૂર્તિની અપૂજ્યતા સ્થાપન કરે છે, તેનું નિરાકરણ કરેલ છે, અને ત્યાં સૂર્યાભદેવનો પૂર્વભવ પ્રદેશી રાજાનો છે, તેનું ઉદ્ધરણ આપીને શ્રાવકે ધર્મ પામ્યા પૂર્વે