________________
સુલતાને દૈવી સહાયથી બત્રીસ પુત્રો એક સાથે જન્મેલા તેનું એક રહસ્ય તેણે ગુપ્ત રાખેલું. બત્રીસ પુત્રીનો જન્મ સમય એકજ હતો તેમ મૃત્યુનું નિર્માણ પણ એક સમયે હતું. આ છૂપું રહસ્ય ફકત તુલસાએ જ હૃદયમાં દાટી રાખ્યું હતું.
બત્રીસપુત્રો અભયકુમારના પ્રિયપાત્રો, તેથી તેમનું શિક્ષણ શ્રેષ્ઠી પુત્રો છતાં ક્ષત્રિયપદ્ધતિથી અપાયું. અને ભરયુવાન વયે તેઓ શ્રેણિકરાજાના દૈહિક રક્ષણ કર્યા સહાયક બન્યા.
ચેટક રાજાની બે પુત્રીઓ ચેલણા અને સુયેષ્ઠા. બંને પ્રભુની ભકત હતી. યુવાન વયે શ્રેણિક રાજાનું ચિત્ર જોઈ સુજ્યેષ્ઠા મોહિત થઈ. પણ ચેટક રાજાનું કુળ શ્રેણિક રાજા કરતાં ઊંચું મનાતું. તેથી પિતાએ રજા ન આપી.
પણ ચતુર અભયમંત્રીએ સુયેષ્ઠાની સંમતિથી તેનું હરણ કરવા માટે રાજગૃહીથી સળંગ ભૂગર્ભમાર્ગ કર્યો.
સુયેષ્ઠાને થયું કે ચેલણા મારી પ્રિય બહેન તેનાથી વાત કેમ છૂપાવવી? તેણે ચેલણાને વાત કરી ચેલણા કહે હું તારા વગર કેમ રહું ! રાજાને તો અનેક રાણીઓ હોય આપણે બંને સાથે જ જઈએ.
પૂર્વ આયોજન પ્રમાણે સુરંગ માર્ગ તૈયાર થયો. સ્થળ નક્કી થયું. સમયોચિત બંને બહેનો સુરંગ દ્વાર પાસે આવી. અને કમભાગ્યે સુજ્યેષ્ઠાને પોતાના દાગીનાનો ડબ્બો યાદ આવ્યો તે જલ્દી લેવા દોડી. શ્રેણિકના ખજાનામાં દાગીનાની ખોટ ન હતી પણ ભાવિની અકળ કળા આવી હોય છે.
સુયેષ્ઠા ડબ્બો લેવા ગઈ. ચેલણા આવી ગઈ હતી. અભયમંત્રીના આદેશ પ્રમાણે બત્રીસ સુલસા પુત્રોના રક્ષણ નીચે શ્રેણિકનો ચેલણા સાથેનો રથ ચલણા કંઈ પણ કહે તે પહેલા ઉપડી ગયો.
ચેલણાએ હકીકત જણાવી પણ સમયોચિત કાર્ય કરવાનું હતું એટલે સુજયેષ્ઠા નહિ તો ચેલણાને લઈને રથ તો ઝડપથી માર્ગે ચઢી ગયો.
સુજ્યેષ્ઠાએ ચેટકરાજાને ખબર આપ્યા, રાજાએ સેનાપતિને રવાના
૧૨.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો