________________
( ૫ )
પ
સમાજની અવ્યવસ્થા તથા ચારે વર્ણની ગેરવ્યવસ્થાની શરૂઆત વિક્રમ સંવત્ પૂર્વે ૧૦૦૦ વર્ષ એટલે આજથી ૩૦૦૦ વર્ષ ઉપર થઈ હતી. શરૂઆતમાં એ ત્રણ સૈકા તો મૂળ વ્યવસ્થાને સમાજ નિયામકા ટકાવી રાખી શકયા. પણુ પછી તેઓના કાણુ સ્હેજ ઢીલા થતા ગયા. તેમણે લગ્ન સંબંધમાં પેાતાની વણુ ઉપરાંત બીજી ઉતરતા વર્ણની કન્યા સાથે લગ્ન કરવાની છૂટ લીધી હતી તે પાછી ખેંચી લીધી. આથી કંઇક જાતિ અભિમાનનું ઝેર આછું થયું અને દરેક વણુ પાતાની વર્ણમાંજ લગ્ન કરી શકે એમ હરાવ્યું, છતાં પ્રજા તેટલાથી સંતાષ પાસી ન હ.
વળી બ્રાહ્મણામાં નવા પથ નામે શાક્ત પથ ઉભા થયા. તેમણે અસલ ધાર્મિક ક્રિયાના મુદ્રાલેખ ત્ય અને સિાનો ત્યાગ કરી દેવને નામે વશ કરી તેમાં પશુએ અને મનુષ્યોને હામવાના અને નૈવેદ્યમાં માંસ અને ક્રિશને ઉપયોગ કરવા તે ધર્મ હરાયેા. ધાડા વખત બાદ આ ધાર્મિક ક્રિયાઓથી પ્રજા કંટાળી ગઇ. પરંતુ છડેચાક કૈાઇ તેના નિષેધ કરી શકતું નહીં. સમજુ અને વિદ્વાન બ્રાહ્મણેા આ બધી અવગણના નરી આંખે નિહાળી પોતાના મનને પ્રશ્ન કરતા હતા કે ‘· ભેંશ લેવાનુકૂરિષ્કૃતિ ! ’ (વેદના ઉદ્ધાર કાણુ કરશે?) અને તેના ઉપાયે શોધવા પ્રયત્ન કરવા લાગ્યા. હિંસક વિધિથી અને સ્વચ્છંદ લગ્નથી તેમજ ધાર્મિક ક્રિયાથી બહિર્મુખ રહેવાથી અકળાએલી પ્રજાની મનની હાયવરાળ” પરમાત્માએ સાંભળી. સમાજમાં મહાન પરિવર્તન કરનાર તથા સર્વના મનની ઈચ્છા પૂર્ણ કરનાર એ મહાન વિભૂતિએને લગભગ એકજ સમયે અને લગભગ એકજ સ્થળે પરમાત્માએ જન્મ આપ્યો. જેનું વણુન અને પરિણામ આપણે હવે પછીના પ્રકરણમાં જોઇશુ.
इतिश्री शुभं भवतु.