________________ “ભાઈઓ અને બહેનો ! આ નાટક રાબેતા મુજબ જ થશે. પણ એક નાનકડો ફેરફાર થશે. (રામનું પાત્ર ભજવનાર તરફ આંગળી ચીંધીને) આ ભાઈ જ્યારે ડાબી બાજુ હોય ત્યારે તમે તેને રાવણ સમજજો. અને જમણી બાજુ હોય ત્યારે તમે તેને રામ સમજજો.” બહુજન વર્ગની આજે આ જ હાલત છે. દેરાસર-ઉપાશ્રયમાં તમે જેવા છો તેવા જ દુકાનમાં અને ઘરમાં હો છો ? હવે નક્કી કરો - એક જ ભાવ ! મારા જેવા ભાવ ધર્મસ્થાનમાં વ્યાખ્યાન શ્રવણ કરતી વખતે આવે છે તેવા જ ભાવ મારે ઘરમાં અને દુકાનમાં પણ જાળવી રાખવા છે. કોઈ સારી વાત વાંચતા જે ભાવ જાગે છે તે જ ભાવ અપમાન થાય તે વખતે પણ જાળવી રાખવા છે. પુસ્તક વાંચતા જો ગુસ્સો ન કરવાની ભાવના જાગે છે તો મારે ઘરમાં પણ તે ભાવનેસંકલ્પને ટકાવી રાખવો છે. એક જ ભાવની પોલિસી દુકાનમાં જેવી રીતે લાગુ પાડો છો તેમ અહીં પણ લાગુ પાડવા જેવી છે. એક ભાઈ મારી પાસે આવી વાત કરે કે - મહારાજ સાહેબ ! તમારી વાણીમાં તો ગજબનો જાદુ છે. મેં કીધું - “કેવી રીતે ?' “અરે મહારાજ સાહેબ ! શું વાત કરું આપને ? મારી ઘરવાળી આમ એક અક્ષર કોઈનું ન સાંભળે અને તમારું વ્યાખ્યાન એકેક કલાક સાંભળે છે ! ગજબ કહેવાય.” જેમ વ્યાખ્યાનમાં એક કલાક સાંભળો છો. તેમ કોઈકના બે વેણ પણ સાંભળી લેજો. વ્યાખ્યાન સાંભળતા જે ભાવ છે તે જ ભાવ બીજાના કટુ વેણ સાંભળતા પણ. એક જ ભાવ ! યાદ રહે ! જો સાંભળવાની ટેવ પાડશો, સંભળાવવાની ટેવ છોડશો તો જાતને સંભાળવી તમારા માટે શક્ય બનશે. કારણ કે જો સાંભળી નહીં શક્યા તો પ્રતિકાર તમે કરશો જ. પછી સામેથી પ્રતિકાર....ગુસ્સો વધતો જ જશે, વધતો જ જશે. જાત ઉપરથી પણ 13