________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ – પ્રવચન નવનીત: ભાગ-૨ હવે એ (વાત ) સાધારણ પ્રાણીને ન બેસે એટલે કંઈ વસ્તુ (સ્થિતિ) પલટાઈ જાય?
આહા.... હા! “એવા આત્માને” એમ કહ્યું ને....! કેવા આત્માને? કે પરદ્રવ્યથી (જે) પરાઠુખ છે અને સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, “એવા આત્માને “આત્મા” ખરેખર ઉપાદેય છે!” આહા... હા! ઉપાદેયનો અર્થ: “હું એને ગ્રહણ કરું” એવો ભેદ ત્યાં નથી. પણ જ્યાં પર્યાયથી પરાઠુખ થઈને દષ્ટિ અંદર ગઈ, એને આત્મા ઉપાદેય છે, એમ થઈ ગયું. “આ આત્મા છે” અને “હું ઉપાદેય કરું છું” –એવો ભેદ પણ ત્યાં નથી. સમજાય છે કાંઈ ?
હમણાં વાંકાનેરનો એક નાનો પાંચ વર્ષનો છોકરો બોલતો હતો ને...! “ભેદબુદ્ધિ એ વિકલ્પ છે, રાગ છે. અને અભેદબુદ્ધિ એ આત્મા છે.” કીધું ઠીક. બાપુ! ભાષા તો છે પણ ભાવ જુદી ચીજ છે, ભાષા જુદી ચીજ છે અને ભાષાથી ધારણ કર્યું એ પણ બીજી ચીજ છે. સમજાણું કાંઈ?
અહીંયાં તો (કહ્યું) : અંદર પ્રભુ શુદ્ધઘન; એમાં તીક્ષ્ણ બુદ્ધિ લગાવીને, એવા આત્માને આત્મા” આદરણીય થયો, ઉપાદેય થયો, ગ્રહણ કરવામાં આવ્યો, એ “આત્મા’ અનુભવમાં આવ્યો!
આહા... હા! થોડી સૂક્ષ્મ વાત છે. ધીમેથી સાંભળવું. ટીકામાં ભાષા એવી છે કેઃ “ઔદયિક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી” અંદર વસ્તુ આવી છે!! સમ્યગ્દર્શનનો વિષય, જ્ઞાનનો-આત્મજ્ઞાનનો વિષય-ત્રિકાળી આત્મા (એને) પોતાની પર્યાયમાં જ્ઞય બનાવીને જ્ઞાન કરવું અને પોતાની શ્રદ્ધાની પર્યાયમાં આખી વસ્તુની પ્રતીતિ કરવી-જાણીને પ્રતીતિ કરવી કે આત્મા એવો છે, એનું જ્ઞાન કરીને પ્રતીતિ કરવી એ સમ્યગ્દર્શન. એ સમ્યગ્દર્શનની પર્યાય ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક (ભાવે) છે. રાગાદિ એ ઉદયભાવ છે. (દર્શનમોહ) અને ચારિત્રમોહનો ઉપશમ, પોતાના ઉપશમભાવથી થાય છે; એ ઉપશમભાવ (ને ઉપશમ) સમ્યગ્દર્શન (કહેવામાં આવે છે). (અહીં એમ કહે છે કે આત્મા), એ (ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, અને ક્ષાયિક-) ચાર ભાવાંતરોને (અગોચર છે). એ (ઔદયિકાદિ) ચાર ભાવ, એ ભાવાંતર છે. એ (ચારેય) ભાવ, શુદ્ધ દ્રવ્યસ્વભાવ જે પરમ પારિણામિક જ્ઞાયકભાવથી ભાવાંતર છે, અનેરા ભાવ છે. (પાઠમાં) “ભાવાંતર' શબ્દ પડ્યો છે. “ભાવ” તો આ આત્મા પૂર્ણાનંદ ભગવાન (જે) સમ્યગ્દર્શનનો વિષય (છે એ છે). અને ચાર છે એ (એનાથી) પાર-ભાવાંતર છે.
આહા... હા! થોડું સમજાય પણ સત્ય આ છે! આ કાંઈ બહુ લાંબી પંડિતાઈની ચીજ નથી. ઘણું વાંચન હોય ને ઝપટ મારે, અને જેમાં લાખો માણસ (સાંભળવા) ભેગા થાય (તો ત્યાં સત્ય વાત હોય છે, એમ નથી ) આ બીજી ચીજ છે.
આહા.... હા! સમાધિતંત્ર' માં તો ત્યાં સુધી કહ્યું કે: “હું બીજાને સમજાવું છું' એવો વિકલ્પ, પાગલપણું છે. આહા.... હા! રાગ છે ને...! આમ કે: “હું પરને સમજાવું છું” એવો વિકલ્પ છે! પણ પ્રભુ! એ વિકલ્પ તો તારી ચીજ નથી ને! અને એ ચૈતન્ય વસ્તુ તો વિકલ્પગમ્ય નથી! એનાથી તો (તે) ગમ્ય નથી, પણ ઉપશમ–ક્ષયોપશમ-ક્ષાયિક (ભાવ) થી (પણ) ગમ્ય નથી !
એવો પાઠ છે: “અગોચર હોવાથી”—એનો અર્થ કે એ (પશમિકાદિ) ચાર ભાવના લક્ષ પારિણામિકસ્વભાવ અનુભવમાં આવતો નથી. ભાવાંતરોથી અગમ્ય (છે) નો અર્થ એ કે આ (જે) ચાર ભાવ છે એના આશ્રયથી (આત્મા) ગમ્ય થતો નથી. બાકી ગમ્ય તો ઉપશમ, ક્ષયોપશમ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com