________________
નીચેની વિચારણા-ભાવનાઓને ભાવજો.
૧) અન્યાયથી ધન મળશે તો ખરું. પણ તેનાથી પાપકર્મો બંધાય છે અને તેના ઉદયકાળમાં અન્યાયથી પણ મને ધન નહિ મળે.
૨) ન્યાયના માર્ગે જ ધન મેળવીશ.’ એવા દ્રઢ નિશ્ચયવાળા જીવને ‘લાભાંતરાયનો ક્ષયોપશમ' થાય છે અને અલ્પ મહેનતે ઘણી સંપત્તિની પ્રાપ્તિ થાય છે. ૩) તમે જો ન્યાયમાર્ગને વળગી રહેશો તો બીજા અનેકોને ન્યાયનીતિનો માર્ગ અપનાવવાનું મન થશે. અને તેથી ગામમાં...સમાજમાં...જગતમાં ન્યાયી માણસો વધશે. અને તેમાં નિમિત્ત બનવારૂપે તમે અપૂર્વ પુણ્ય હાંસલ ક૨શો.
૪) સંપૂર્ણ ધનના ત્યાગી-સાધુ-થવા માટે સૌપ્રથમ અનીતિનો તો ત્યાગ કરવો જ પડે. શ્રાવક તરીકે મારું લક્ષ સાધુ થવાનું છે. તો પછી મારાથી અનીતિ થાય જ કેમ ?
૫) નીતિશાસ્ત્ર એમ કહે છે કે ‘અનીતિથી કમાયેલું ધન જો ઘરમાં ઘાલવામાં આવે તો તે દસ વર્ષથી વધુ ટકતું નથી, અને જો કદાચ ટકી જાય તો તે નીતિથી કમાયેલા ધનને પણ તાણી જાય છે અને એ ગૃહસ્થના સંસારને કોઇ વિચિત્ર અથવા અદૃશ્ય રીતે સળગાવી પણ નાખે છે.’' આથી તમારે સાંસારિક દૃષ્ટિએ પણ સુખી થવું હોય તો અનીતિ ન જ ક૨વી જોઇએ.
આ રીતે અનેક પ્રકારની ભાવનાઓ ભાવીને અનીતિનો ત્યાગ કરવો જોઇએ અને નીતિના આગ્રહી અને પાલક બનવું જોઇએ.
અનીતિને છોડવા અને નીતિમાન બનવા પૂર્વના કાળમાં થઇ ગયેલા ઉત્તમ નીતિમાન પુરુષોનાં દૃષ્ટાંતો પણ વારંવાર વિચારવા જોઇએ. મંત્રીશ્વર વિમળની નીતિમત્તા :
આબુના પ્રસિદ્ધ પર્વત ઉપર મંત્રીશ્વર વિમળ જિનમંદિરનું નિર્માણ કરવાની ઇચ્છા ધરાવતા હતા. તે માટે તેમણે આબુ ઉપર મોકાની જમીન લેવા માટેના પ્રયત્નો શરુ કરી દીધા. તેઓ ધારત તો પોતાની રાજ્યસત્તાનો ઉપયોગ કરીને ઇચ્છિત જમીનને મેળવી લેત. પણ તેવી આપખુદી કરવાનું તેમને જરાયે મંજૂર ન હતું.
૨૬