Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રજુ
દિલહી સલતનતના અમલ નીચે
તાજુદ્દીન લુક (ઈ.સ. ૧૩૨૦૧૩૨૫)
એના સમયમાં તાજુદ્દીન તુ ગુજરાતમાં નાઝિમ હતા. એ એક હેશિયાર અને કાબેલ શમ્સ હતો. એણે ગુજરાતને વહીવટ સુંદર રીતે કર્યો. એના નાઝિમપદ દરમ્યાન પ્રદેશમાં શાંતિ રહી. - પેટલાદમાં બાબા અર્જુન શાહની મસ્જિદના નિભાવ માટે દાનને લગતે હિ. સ૭ર૩-વિ. સં. ૧૩૮ (ઈ.સં. ૧૩૩)ને ફારસી-સંરકત લેખ ગિયાસુદ્દીનના સમયને છે. ઝાલાવાડના રાજા સૂરજમલને હરાવી વાઘેલાના સરદાર લૂણાજીએ એના પ્રદેશને કબજો લીધે. સૂરજમલે નાઝિમની મદદ માગી. તાજુદ્દીન તુર્કે એને સાથે લઈ લુણાજીને મારી નસાડી મૂક્યો, પરંતુ એ લડાઈમાં સુરજમલ માર્યો મયે અને ઝાલાવાડની રાજધાની સરધારને કબજે નાઝિમના હાથમાં આવ્યો (ઈ.સ. ૧૩૨૪). સુલતાન મુહમ્મદશાહ તુગલક
હિ. સં. ૭૨૫(ઈ.સ. ૧૩૨૫)માં સુલતાન ગિયાસુદ્દીન તુગલકશાહનું મત્યુ થયું તે પછી દિલ્હી સલતનતના તખ્ત પર એને પુત્ર મુહમ્મદશાહ બેઠે. એનામાં વિરોધી ગુણાનું અજબ મિશ્રણ હતું અને તેથી જ એનું શાસન ઇતિહાસમાં વિશિષ્ટ રીતે જાણીતું થયેલું છે.
એના સમયમાં ગુજરાતમાં સતનતની સત્તાને સૌથી વિશેષ વિકાસ થયો હતો.
એણે નાઝિમોની સત્તા તોડી પિતાની સત્તાની પકડ મજબૂત રહે એમ કરવાની યુક્તિ-પ્રયુક્તિઓ આદરી હતી. મુહમ્મદ શલિમુક અલપખાન (ઈ.સ. ૧૩૨૫-૩૩૯)
આ કારણે ગુજરાતના પ્રદેશની બાબતમાં એણે ત્યાંની લશ્કરી સત્તા મલેકઝાદા અહમદ બિન અયાઝને સેંપી ૧૭ અને એને “ખાજા જહાન(દુનિયાને ભાલિક)ને ખિતાબ એનાયત કર્યો. પિતાના ઉસ્તાદ (ગુરુ) કતલુગખાનના વડા પુત્ર મલેક મુહમ્મદ શરફમુકને “અલ્પખાનને ખિતાબ એનાયત કરી ગુજરાતને વાલી (નાઝિમ) નીખે. મલેક શિહાબુદ્દીનને મલેક ઇતિખારને ખિતાબ આપી નવસારીને પ્રાંત જાગીરમાં આપો. મલેકહુકમા, જેનું વેવિશાળ સુલતાનની સાવકી બહેન સાથે થયું હતું, તેને વડોદરામાં જાગીર આપી અને તાજુદ્દીન ઇન્દુલ કલમી નામના તુર્કસ્તાની વેપારીને ખંભાતના બંદરને હમ ની. એ