Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સુ]
સામાજિક સ્થિતિ
૨૦૩
અને મુસ્લમ સમાજ ઉપર એમનું ભરે વસ રહેતુ, કારણ ન્યાય મજહબ શિક્ષણ અને સરકારી કારેાબાર જેવાં તમામ મહત્ત્વનાં ખાતાંઓ ઉપર એમને પ્રભાવ રહેતા હતા, એ સમયે ઇસ્લામી સલ્તનત મજહબના પાયા ઉપર આધારિત હાઈ, ખુદ સુલતાનેા પણ ઉલમાએની ઉપેક્ષા કરી શકતા નહિ. આ ઉલમાએની ધાર્મિક દૃષ્ટિ સકુચિત હોઈ તેએ હંમેશાં કારા સામે જેહાદ કરી મૂતિ પુજાને વિરાધ કરવાની ઉશ્કેરણી કર્યા કરતા.
વેપારી કામેામાં મુખ્યત્વે વહેારા છીપા ગાંધી ખાટકી મેમણું દૂધવાલા ખત્રી ખેાજા મણિયાર વગેરેના સમાવેશ કરી શકાય. ગુજરાતનાં સમુદ્રકિનારાનાં તમામ શહેર। ખાસ કરીને ભરૂચ ખંભાત વગેરેમાં મુસ્લિમાની વેપારી કમા રહેતી. તેઓમાં વહેારા ખાજા મેમણ વગેરે વિદેશા સાથે વેપાર કરીને અતિશય સમૃદ્ધ બન્યા હતા. સમુદ્રકિનારા પર વસતા વેપારીએ વહાણવટાનુ કામ કરતા અને શહેરે। તથા ગામડાંઓમાં નાના વેપારીએ અંતે દુકાનદારા સ્વતંત્ર વ્યવસાય દ્વારા પેાતાની આજીવિકા જેટલું મેળવી લેતા.
ખેડૂત કામેામાં શ્રી કરીમ મહમદ માસ્તરે ૨૨ જાત ગણાવી છે અને એમાં કચ્છ-સૌરાષ્ટ્રની ખેડૂત કામેાનેા સમાવેશ કરી કુલ ૩૨ જાત બતાવી છે. સલ્તનત સમયમાં પણ ખેડૂત કેમે। વિદ્યમાન હશે એમ માનવા કારણુ છે. જાગીરા મેળવેલ ખાન અમીર વગેરે પાતાની જાગીર ઉપર આવી કામેાના માસે ને રાખતા.
કારીગર ટામેામાં કડિયા તાઈ દુજામ કુંભાર ધાબી રંગરેજ વગરેને સમાવેશ થઈ શકે. આ કેમેા ગુજરાતી મુસલમાનેમાં સૌથી નીચી કામે ગણાતી. તેએ વિવિધ પ્રકારના હુન્નર કરતા અને પ્રત્યેક શહેર અને ગામડામાં વસતા.
મુહમ્મદ ખીન તુગલુકના સમયમાં ઇબ્ન બતુતાએ ગુજરાતની મુસાફરી કરી. એણે ખંભાતના મુસલમાનેા વિશે લખ્યું છે. એ કહે છે કે કિનારાનાં શહેરામાં મુસ્લિમેાની ધણી મેટી અને સમૃદ્ધ કામા હતી, તે માટે ભાગે વિદેશી વેપારીઓની બનેલી હતી. એ લખે છે કે ‘ખંભાત એક ઘણું સુંદર શહેર છે. એનાં મકાન શિલ્પસ્થાપત્યની દૃષ્ટિએ અને એની મસ્જિદો કલાત્મક દૃષ્ટિએ આગવી ભાત પાડે છે. એનું કારણ એ છે કે એના મોટા ભાગના રહેવાસીએ વિદેશી વેપારી છે, તેએ ત્યાં હંમેશાં મકાન અને અદ્દભુત મસ્જિદો બાંધે છે.૪૯
જીગ્ન બતુતા ખાંભાતમાં વસતા કેટલાક શ્રીમંત અને વગદાર મુસલમાન વેપારીઓનાં નામ પણ ગણાવે છે. એ કહે છે કે આવા વેપારીએ આ ભ
૪-૫-૧૮