Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૪૨]
સલ્તનત કાલ
સિક્કા ત્રણે ધાતુમાં ઉપલબ્ધ છે. અહીં એ હકીકત નેંધપાત્ર છે કે ગુજરાતના સુલતાનના પ્રાપ્ય સોનાના સિક્કાઓમાં મહમૂદશાહ ૩જાના સિક્કાઓની સંખ્યા સૌથી વધુ છે. માત્ર મોટી વહિયલ(જિ. સુરત)વાળા નિધિમાં જ એના ૬૩ સિક્કા મળ્યા છે;૩૭ એ પહેલાં પણ એના ૧૨ સિક્કા ઉપલબ્ધ હોવાની નોંધ છે. આ સિક સોનાના પૂરા વજન–૧૮૫ ગ્રે.ના છે. એ મહમૂદશાહ ૩ જાની સંગીન નાણાપદ્ધતિના ઘોતક છે. આમાંના એકેય સિક્કા પર ટંકશાળનું નામ નથી, પણ મેટી વહિયલવાળા નમૂનાઓમાં અંદર એક ટપકાવાળા નાના વર્તુળનું ચિહ્ન છે, જે મહમૂદશાહ બેગડાના તળાજાવાળા મિશ્રધાતુના બે સિક્કાઓ પર પ્રથમ વાર મળે છે.
આ સિકકા બહુધા એકસરખી ભાતના છે. આગલી બાજુ પર મહમૂદશાહ ૧લાના ચાંદીના સિક્કાઓમાં વપરાયેલ “પરોપકારી ઈશ્વરમાં આસ્થાવાળા સૂત્ર સાથે સુલતાનના લકબ અને કન્યા છે૩૮ અને બીજી બાજુ પર ચેરસ ક્ષેત્રમાં એના પિતામહ અને પ્રપિતામહના સિક્કા જેવી ગોઠવણવાળા “સુલતાન' બિરુદ સાથે એનું તેમ એના પિતાનું નામ તથા વર્ષ સંખ્યા છે. ૩૯
સુલતાનના રાજ્યકાલના પ્રારંભના–હિ. સ. ૯૪૬૯૪૯માં ઢંકાયેલા સિક્કાઓમાં વર્ષ સંખ્યા નીચેના વૃત્તખંડમાં અંકિત છે, જ્યારે ચોરસ ક્ષેત્રમાં વર્ષ-સંખ્યાવાળા સિક્કા હિ. સ. ૯૪૯ માં અને એ પછી હિ. સ. ૯૫૬ સુધી દરેક વર્ષમાં અને હિ. સ. ૯૬ માં બહાર પડયા હતા.
મહમૂદશાહ ૩ જાના ચાંદીના સિક્કાઓની ભાતમાં પણ ખાસ વૈવિધ્ય નથી. પહેલી મુખ્ય ભાત એના સોનાની ચેરસ ક્ષેત્રમાં વર્ષવાળી ભાત જેવી છે. આ સિક્કા હિ. સ. ૯૫૦૫૨ અને ૯૫૯માં ટંકાયા હતા અને વજનમાં ૧૦૮ થી ૧૧૦ 2 ના છેમાત્ર એક બેંધાયેલ નમૂનો ૫૫ ગ્રેને છે.
ચાંદીની બીજી મુખ્ય ભાતમાં બંને બાજુનું લખાણ પહેલી ભાત જેવું છે, પણ એની ગોઠવણ ફરી ગઈ છે. આ ભાતના માત્ર હિ. સ. ૯૫૧ અને ૯૬૧ ના ૧૦૧ થી ૧૧૦ ગ્રે., ૫૩ ગ્રે. તથા (એક) ૩૫ 2. વજનના સિક્કા મળે છે.
તાંબામાં મહમૂદશાહના સિકકા સારી સંખ્યામાં તેમજ ભાવોની વિવિધતાવાળા છે. એના એક સિકકા પર નામનો એક વણે દેવનાગરી લિપિમાં અંકિત છે. વજનની દષ્ટિએ આ સિકકા સાત ભાગમાં વહેંચી શકાય ૨૪૦ થી ર૬૦ 2, ૧૯૮ થી ૨૨૧૫ ગ્રે, ૧૬૪ થી ૧૩ ગ્રે, ૧૩૦ થી ૧૪૩ ગે., ૬૫થી ૭૫ ગ્રે, ૪૬ ગ્રે. અને ૩૨ થી ૩૭ ગ્રે. આ સિક્કાઓમાં અમુક પર ટંકશાળનું નામ મળે