Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સલ્તનત કાલ
મિ,
થયેલા સુલતાનને પ્રદેશ ધીમે ધીમે વૃદ્ધિ પામ્યો હતો, જેને લઈને ખાનદેશ અને માળવાના સુલતાનના કબજામાં પૂર્વ અને ઈશાનના જે પ્રદેશ હતા તે એમણે એમની સત્તા નીચે લઈ લીધા હતા. એ પછીના ઈ.સ. ૧૫૭૩ સુધીના ગાળામાં રાજ્યમાં જે અંધાધૂંધી અને અરાજક્તા ફેલાઈ તેને લઈને ખાનદેશના પશ્ચિમ ભાગ અને કંકણને ઉત્તર ભાગ ગુજરાતની સતતનતની હદમાંથી બહાર નીકળી ગયા. ગુજરાતની ઉત્તરની સીમા ઉપર શિરોહી અને જાલોરના રાણાઓનાં રાજ્ય હતાં. તેઓ પાસે ગુજરાતને સુલતાન કેઈ કોઈ વાર ખંડણી ઉધરાવતે. ઈડરને રાજપૂત રાજા પહાડો અને જંગલોના પ્રદેશની પશ્ચિમની સીમા ઉપર કબજે ધરાવતે હતો અને એ હદમાં બાકીની પટ્ટી ભીલ અને કોળી જાતિઓના કબજામાં હતી. પશ્ચિમના દીપક૬૫ નવથી દસ જેટલી હિંદુ જાતિઓના હાથમાં હતું. તેઓ મોટે ભાગે ખંડણી ભરનારા હતા, પરંતુ તેઓ કોઈ પણ રીતે સલ્તનતને તાબે રહેતા ન હતા.
ઈ.સ.ની પંદરમી સદીના પાછલા ભાગ અને સોળમી સદીના પ્રથમ ચરણ દરમ્યાન સુલતાનની સત્તા શિખરે હતી ત્યારે એમની સલતનતને પ્રદેશ પચીસ જેટલા વિભાગોમાં વહેંચાયેલ હતો. દરેક વિભાગ “સરકાર” કહેવાતો. એ વિભાજન નીચે મુજબ હતું :
મધ્ય ભાગમાં (૧) નડ્વરવાલા, (પાટણ), (૨) અમદાવાદ, (૩) સુંથ, ° (૪) ગોધરા, (૫) ચાંપાનેર, (૬) વડેદરા, (૭) ભરૂચ, (૮) નાંદોદ (રાજપીપળા) અને (૯) સુરત
ઉત્તર દિશામાં : (૧) શિરોહી, (૨) જાલેર, (૩) જોધપુર અને (૪) નાગર
અગ્નિ ખૂણામાં ઃ (૧) નંદરબાર, (૨) મુહેર (બાગલાણ) અને (૩) રામનગર (ધરમપુર)
ઈશાન ખૂણામાં ઃ (૧) ડુંગરપુર અને (૨) વાંસવાડા
દક્ષિણ દિશામાં (૧) દંડારાજપુરી (જંજીરા), (૨) મુંબઈ, (૩) બેસીન (વસઈ) અને (૪) દમણ
પશ્ચિમ દિશામાં : સેરઠ અને (૨) નવાનગર
વાયવ્ય ખૂણામાં : (૧) કરછ સુલતાનને વહીવટ
ગુજરાતની સ્વતંત્ર સલતનતના આરંભ કાલમાં કયા પ્રકારનો વહીવટ ચાલતે હતો એ જાણવા વ્યવસ્થિત સાધનો નથી. જે ઉલ્લેખ મળે છે તેમાંથી આપ