Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૭ મું]
સમકાલીન રાજે
[૧૭૧
ચોરવાડ (તા. માળિયા-હાટીના, જિ. જૂનાગઢ) ઉપર હુમલો કર્યો ત્યારે ચૂડાસમા વંશના ગુહિલેામને પાત્ર પાથાક એની સામે લડતાં માર્યો ગયો હતે. • | ગુજરાતના સૂબા ઝફરખાને આક્રમણ ઈસ. ૧૩૯૬ માં કર્યાનું અને સમનાથના મંદિરના વિધ્વંસ કરી મોટા મોલવીઓ અને કાયદાનો અમલ કરવા કાઓ નીમ્યાનું મુસ્લિમ ઇતિહાસકારો જણાવે છે, આમ છતાં સં. ૧૪૫૭(ઈસ. ૧૪૦૧)ના સુત્રાપાડા (તા. પાટણ, જિ. જુનાગઢ) નજીકના, ભૂવાટીંબી ગામના શિલાલેખમાં શિવગણનું એ પંથક ઉપર રાજ્ય હોવાનું લખ્યું છે, એટલે ઉપરનો ઉપદ્રવ ક્ષણજીવા જ હશે અને પ્રભાસપાટણના પંથકમાં શિવગણ સલામતીપૂર્વક રાજ્ય કરતો રહ્યો હશે. શિવગણના જ સત્તાકાલમાં ઈ.સ. ૧૪૦૨ માં ફરીથી ઝફરખાન સોમનાથ ઉપર ચડી આવેલ અને હિંદુઓને દીવ સુધી તગેડી મૂક્યા એવું પણ નોંધાયેલું છે (આ પૂર્વે પૃ. ૪૪). એ ગયા પછી ગમે તે રીતે કરી શિવગણ વહીવટ કરતો લાગે છે, અથવા તો એનો પુત્ર બ્રહ્મદાસ આવી ગયો હશે.
આ પછી સં. ૧૪૬૨(સ. ૧૪૦૬)માં પ્રભાસપાટણના શિલાલેખમાં જણાવ્યા મુજબ શ્રી પત્તનમાં શિગ(વ)નાથના પુત્ર બ્રહ્મદાસના વિજયરાજયમાં હેબતખાન, મલિક સાલ અને મલિક તેરે મોટી સેના સાથે શહેર ઉપર આક્રમણ કર્યું તે વખતે બ્રહ્મદાસના પક્ષે લડતાં ફરીદ નામને વોર માર્યો ગયો, એવો નિર્દેશ થયે હે ઈ શિવનાથ-શિવગણના પુત્ર બ્રહ્મદાસની એ સમયે પ્રભાસપાટણના પ્રદેશ પર સત્તા હતી અને ઈ.સ. ૧૪૮૧ થી ૧૪૦૬ વચ્ચે શિવગણનું અવસાન થતાં એને પુત્ર બ્રહ્મદાસ સત્તાધીશ થયે હશે.
આ પછી પ્રભાસપાટણના વાજા રાજાઓ વિશે કશો ઉલ્લેખ મળતો ન હેઈ, ઈ.સ. ૧૪૧૪ માં અમદાવાદને સુલતાન અહમદશાહ ૧ લે જનાગઢના રા' ઉપર પ્રભુત્વ જમાવી પ્રભાસ પાટણ ઉપર ધસી ગયો ત્યારે વાજાઓની સત્તા નાબૂદ થઈ ચૂકી હોય અને માંગરોળની જેમ મુસ્લિમ સત્તા નીચે એ મુકાઈ ગયું હોય.
પ. માંગરોળમાં તિમિઝી સૈયદો અને કાજ શેખો
વાઘેલા કર્ણદેવનું શાસન મંગળ–સોરઠ(જિ. જૂનાગઢ) ઉપર સં. ૧૩૫(૩) (ઈ.સ. ૧૨૯૭)માં હતું.૯૩ એ પછી આ પ્રદેશ પર જૂનાગઢ-વંથળીના ચૂડાસમાઓની આણ નીચે સ્થાનિક શાસકે રાજ્ય કરતા હોવાનું જણાય છે, પગ એમ ની વિગત મળતી નથી. વચ્ચે વચ્ચે અહીં મુસ્લિમ થાણું પણ સ્થપાયાં હતાં.૯૪