Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૬]
સલ્તનત કાલ
[પ્ર. ૮ મું
મુહમ્મદશાહના તાંબાના સિક્કાની બીજી મુખ્ય ભાત પદ્ય લખાણવાળી છે. આ સિક્કા દેખાવમાં આકર્ષક, બનાવટમાં સુંદર તેમજ વજનમાં પણ ભારે છે. એક ૧૪૬ ગ્રે.ને નમૂને બાદ કરતાં બાકીના નમૂના ૧૯૫ થી ૨૨૦ ગ્રે. વજનવાળા છે. આ ભાતમાં બંને બાજુનું લખાણ આગલી બાજુ પર વર્ષ સંખ્યા ઉપરાંત સુલતાનનાં લકબ અને નામ તેમજ “એનું રાજ્ય વ્યાવચંદ્રદિવાકર રહે એવી પ્રાર્થનાના ભાવાર્થવાળી એક કાવ્યપંક્તિનું બનેલું છે.•
મુહમ્મદશાહ પછી ગાદીએ આવેલા એના પુત્ર અહમદશાહ રજાએ “કુબુદુન્યાવીન” લકબ, “અબૂલમુઝફફર' કુન્યા અને “અહમદશાહ” નામ ધારણ કર્યા. એને પણ સોનાનો કોઈ સિક્કો હજુ સુધી પ્રાપ્ત થયું નથી અને ચાંદીમાં પણ એને એકાદ સિક્કો નોંધાયાની માહિતી છે. કદાચ ચાંદીની અછતને લઈને કે બીજા કોઈ કારણસર એના સમયમાં ગુજરાતમાં પ્રથમ વાર તાંબા અને ચાંદીની મિશ્રિત ધાત(billon)માં સિક્કા બહાર પડયા હતા. એના પ્રાપ્ય તાંબાના સિક્કાઓની સંખ્યા પણ વધુ નથી. ગુજરાતની સિક્કા શ્રેણીમાં એના સિક્કાની, મિશ્રિત ધાતુના નમૂનાઓ ઉપરાંત, બીજી એક વિશિષ્ટતા ચકાર (ચોરસ) આકારની સિક્કાઓની છે.
એના કોઈ પણ સિક્કા પર ટંકશાળનું નામ જોવા મળતું નથી. તાંબાના થોડા નમૂનાઓ પર નાના વર્તુળવાળું ટંકશાળ-ચિહ્ન છે.
અહમદશાહ ૨ જાનો અદ્વિતીય ગણી શકાય તેવો ચાંદીને ઉપલબ્ધ સિક્કો લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં છે, જેનું વજન ૧૭૪ 2. છે. વજનની જેમ એની ભાત આકાર, લખાણુ, લખાણની ગોઠવણ વગેરેમાં એના પિતામહ અહમદશાહ ૧ લાની વંશાવળીવાળા સિકકા જેવી છે.
મિશ્રિત ધાતુમાં અહમદશાહ ૨ જાના સિક્કા જુજ સંખ્યામાં મળ્યા છે. નોંધાયેલા સિક્કાઓનું વજન ૧૩૯ થી ૧૪૬ 2. છે અને બધા એક જ ભાતના છે, જે ચાંદીના સિક્કાની ભાતથી સાવ જુદી છે, બલકે એનું પાછલી બાજુનું લખાણ ગુજરાતની સિક્કાશ્રેણીમાં પ્રથમ વાર દેખા દે છે. આ લખાણ દિલ્હીના રૌપદવંશના છેલ્લા સુલતાન અલાઉદ્દીન આલમશાહ (ઈ.સ. ૧૪૪૫-૫૧) અને એને પદભ્રષ્ટ કરી રાજ્યસત્તા ધારણ કરનાર બહલુલ લોદીના આ જ ધાતુના સિક્કાઓના લખાણના અનુકરણમાં અપનાવ્યું હોય એમ લાગે છે. ૧૨
આ સિક્કાઓની આગલી બાજુ પર એનું નામ તેમ લકબ અને પાછલી બાજ પર વર્ષ-સંખ્યા ઉપરાંત એને ખલીફા' તરીકે બિરદાવતું લખાણ છે.