Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૦૪]
સલ્તનત કાલ
[પરિ
બે વાર સ્નાન કરતાં, જેથી કરીને એમણે એ બે સ્નાન વચ્ચેના ગાળામાં જે પાપેા કર્યો હોય તે ધોવાઈ જાય. સ્ત્રીએની જેમ પુરુષા પણુ લાંબા વાળ રાખતા અને અને માથા પર વાળી લઈ ઉપર પાધડી બાંધતા. કેસર અને ખીજા સુગ ંધિત દ્રવ્યથી મિશ્રિત સફેદ સુખડને લેપ તેએ લગાડતા. તેએક ંમતી રત્ન વગેરેથી જડિત સાનાનાં કુંડળ પહેરવાના અને કપડાં પર સેનાના કમરબંધ બાંધવાના ખૂબ શેખીત હતા. તેએ સેના અને ચાંદીથી સુશ।ભિત ન છરી. ચપ્પુ સિવાય બીજા ।ઈ શસ્ત્ર રાખતા નહિ અને એમનું રક્ષ કુંતાનું કામ મુસ્લિમ શાસકો પર છેાડતા. બારમાસાએ વણિક સીએને સુંદર અને નાજુક તથા શ્યામ અને ઊજળ વાનની વર્ણવી છે. એ સ્ત્રીએ ખુલા પગે ક્રૂરતી, પગમાં સાના ચાંદીના ભારે વજનના તેડા પહેરતી, અને પગનાં અંગૂઠા અને આંગળીએ પર વીટી અને વેઢ પહેરતી. તેના કાન એક ઈંડુ પસાર થઈ શકે તેટલા પહેાળા' વીધવામાં આવતા. જેમાં તેએ સેાનાચાંદીનાં જાડા કુંડળ પહેરતી, સ્ત્રીઓને માટે ભાગે ઘેર જ પુરાયેલા જેવી સ્થિતિમાં રાખવામાં આવે છે. ખારખસાએ ગુજરાતની મુસ્લિમ વસ્તીના સ્વરૂપનું આલેખન કર્યું છે. અમાં તુર્કી અરએ ઈરાના મન્સૂકા ( ઈજિપ્તના) અને ખારાસાએ તે સમાવેશ થતા હતા. આ લીકા માટે ભાગે વેષાર માટે આવેલા હતા. એમનાં જહાજ ગુજરાતના દરિયાકાંઠાનાં ધણાં બદરાએ નાંગરેલાં રહેતાં. અન્ય લોકો અહીંના સુલતાનાની પગાર આપવામાં રહેલી દાસ્તાથી અને દેશની સ ંપત્તિથી આકર્ષાઈને આવેલા હતા ૧૧
ગુજરાતના શાસક વર્ગોની વૈભવપૂર્ણ રહેણીકરણી પણ ખારમાસાએ નોંધી છે. સુખી વના લેક સેનેરી રેશમી જેવા ભપકાદાર પાક પહેરીને તા. એમની સેના કે ચાંદી જડિત મૂકી કટારે. એમના દરજ્જાનું દર્શન કરાવતી. પુરુષો માથું મૂંડાવી નાખતા અને પાધડી કે લુંગી પહેરતા, મુસ્લિમ સ્ત્રીં નમણી અને સુંદર હતી, તેને ધર માં રાખવામાં આવતી. એમને બહાર જવાનું આવતું તેા એમના પર કોઈની નર્ ન પડે એ માટે પૂરી રીતે ઢંકાયેલી ઘેાડાગીમાં લઈ જવામાં આવતી.૧૨
સુલતાનની લશ્કરી વ્યવસ્થા અંગે પણ ખારમાસાએ સારી નોંધ લીધી છે. સુલતાને લશ્કરી તંત્રના જરૂરી ભાગ તરીકે તાલીમ પામેલ હાથીદળ રાખતા, એમાં ૪૦૦ કે ૫૦૦ મેટા અને ઉત્તમ ક્રેટિના હાથી રાખવામાં આવતા. એને ઉપયાગ રાજપૂત રાજાએ! કે ખીજા સામે કરવામાં આવતા. આવા હાથી દાહોદ (પંચમહાલ જિલ્લા) નજીકનાં જંગલામાંથી પકડવામાં આવતા. તદુપરાંત મલબાર