Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પામુ અહમદશાહ ૧ લાથી મહદશાહ લે છે તરફ પાછો ફર્યો, આથી રાજાઓને બનેલે મિત્રસંઘ વિખેરાઈ ગયો અને તેઓ પિતપતાના રાજ્યમાં પરત પહોંચી ગયા. સુલતાન અહમદશાહ થોડા સમય મોડાસામાં રોકાઈ ગયે.
એ જ સાલમાં ખાન આઝમ મહમૂદખાને સોરઠના જમીનદારોનાં બંડ સમાવી દીધાં. ખાનદેશ બાજુએ એવું બન્યું કે મલેક મહમૂદ બકએ હોશિયારીથી કામ લીધું. નાંદોદ તરફથી મુશ્કેલીઓ ઉપસ્થિત થયા કરતી હતી તેથી એણે એને લૂ ટી કાબૂમાં આપ્યું. નસીરે સુલતાનપુરમાંથી ઘેરે ઉઠાવી, નાસી જઈ અસીરગઢના કિલ્લામાં આશ્રય લીધે. મલેક મહમૂદે એને પીછો કર્યો અને ઈ.સ. ૧૪૧૮ ના જાન્યુઆરીની તા ૯મીએ એણે એ કિલ્લાને ઘેરે ઘાલ્યો. એ દરમ્યાન મોડાસાથી સુલતાન પણ આવી પહોંચ્યો. છેવટે નસીરે ગુજરાત ઉપર આક્રમણ નહિ કરવાનું વચન આપ્યું ત્યારે સુલતાને એને જવા દીધો અને આખા ખાનદેશ ઉપરને એને અધિકાર પણ માન્ય રાખ્યો.
બળવાઓના ઝંઝાવાતમાંથી મુક્ત થયા પછી સુલતાન અહમદશાહે સુલતાન દૂશંગશાહને ઠેકાણે લાવવાને દઢ નિશ્ચય કર્યો. ઈ.સ. ૧૪૧૮ ના ફેબ્રુઆરી-માર્ચમાં એ ઉજન પાસે જઈ પહોંચ્યા અને ત્યાં કાલિય કહ તળાવના કાંઠે ૧૩ પડાવ નાખ્યો દૂશંગશાહે પણ ત્યાં નજીકમાં પડાવ નાખ્યો હતો. અહીં બંને પક્ષો વચ્ચે ભીષણ યુદ્ધ આરંભાઈ ગયું અને કટોકટીને તબક્કો આવી પહોંચ્યા, પરંતુ એટલામાં મલેક ફરીદ માળવાના લશ્કરની પાછળના ભાગમાં જઈ પહોંચ્યો અને ત્યાંથી એ દુમનની હરોળ ઉપર એકાએક તૂટી પડયો. ત્યાંના સૈનિકોએ ગભરાઈ જતાં નાસભાગ કરી અને પરિણામે સુલતાન અહમદશાહના હિતમાં બાજી પલટાઈ ગઈ માળવી લશ્કર વેરવિખેર થઈ ગયું. એણે માંડૂમાં જઈ આશ્રય લીધો. ગુજરાતના લશ્કરે માંડૂના દરવાજા સુધી માળવાના ભાગતા સૈનિકોનો પીછો કર્યો. આ લડાઈમાં બંને પક્ષોને ઘણું નુકસાન વેઠવું પડયું.
આવી ફતેહથી સુલતાન અહમદશાહ ઉત્તેજિત થઈને માંની આસપાસ ઘેર ઘાલી લડાઈમાં આગળ વધવા ઈચ્છતો હતો, પરંતુ ચોમાસું નજીક આવતું હોવાથી અને લશ્કર થાકી ગયું હોવાથી, ઈ.સ. ૧૪૧૮ના જૂન-જુલાઈમાં સુલતાન અહમદશાહ આસપાસનો મુલક તારાજ કરતો અને લૂંટફાટ મચાવતો ચંપાનેર અને નદેદના રસ્તે પાછો ફર્યો અને પાયતન્ત અમદાવાદમાં શાનદાર ખુશાલીથી દાખલ થયા.