Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મિ.
૧૮૬]
સલતનત કાલ જાણીતા ગૃહિલવંશને સત્તાધારી બનાવ્યો. પોતાની સત્તા વિસ્તારવા એણે ગુજરાતમાં ઈડરને કિલે અને મારવાડની સરહદ પરને શિરોહીને કિલે હરતગત કર્યો. ઈ.સ. ૧૩૨૪માં સત્તા ઉપર આવેલા હમ્મીરના ઈ.સ. ૧૩૭૮ માં થયેલા અવસાને એને પુત્ર ક્ષેત્રસિંહ સત્તા ઉપર આવ્યો, જેણે ઈડરના રણમલ સામે ધસી જઈ ઈડર ગઢ ઉપર હલ્લે કર્યો અને ઈ.સ. ૧૪૬૦ ના એક અભિલેખ પ્રમાણે રણમલને કેદ કર્યો. ઈ.સ. ૧૪૦૫ માં એ અવસાન પામતાં એને પુત્ર લક્ષ્મસિંહ ઉર્ફે લાખો રાણો મોટી ઉંમરે સત્તા ઉપર આવ્યો. ઈ.સ. ૧૪૨૦માં લાખાના અવસાને એને નાન કુમાર મોકલ આવ્યો. ઈ.સ. ૧૮૩૩ માં ૭ પુત્ર મૂકી મોલ મરણ પામ્યા. અને પુત્ર કુંભે ગાદીનશીન થયું. એણે શરૂઆતનાં તોફાન દબાવી દઈ સ્વસ્થ થયા પછી નજીકના નાગેરમાં સત્તા માટે ઝઘડતા મુસ્લિમ સત્તાધારીઓ વચ્ચે દરમ્યાનગીરી કરી. ત્યાંના મુસ્લિમ સત્તાધારીએ કુંભાનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું, પણ કાર્ય સિદ્ધ થતાં જ એણે શરતેનું પાલન કરવા આનાકાની કરી અને ગુજરાતના સુલતાન કુબુદ્દીનની સહાય માગી. કુંભાએ એ પહેલાં જ નાગરને ખતમ કર્યું. ઈ.સ. ૧૪૫૫-૫૬ માં સુલતાન કુતબુદ્દીને મેવાડની સામે યુદ્ધ જાહેર કર્યું. આમાં માળવાના સુલતાનને પણ એને સાથ મળ્યો. આમાં જોધપુરના રાઠોડ ધાએ પણ મુસ્લિમને મદદ કરવા વિચાર્યું. મેવાડમાં આંતરિક વિગ્રહનાં પણ એંધાણ હતાં. મુસ્લિમ ફોજે છેક ચિતોડ સુધી જઈ પહોંચી. આવી સ્થિતિમાં રાણાએ એમની સાથે કંઈક પ્રકારનું સમાધાન કર્યું અને ભાળવા તેમજ ગુજરાતના સુલતાન પોતપોતાના પ્રદેશમાં ચાલ્યા ગયા.
આ પછી તરત જ કુભા રાણાએ શિરોહી અને નાગરિ તરફ નજર દોડાવી અને ગુજરાતની ધૂંસરીમાંથી છોડાવ્યાં તેમ માળવા પાસેથી પણ શેડ પ્રદેશ મેળવી લીધે. આ કારણે ઈ.સ. ૧૪૫૭-૫૮માં કુબુદ્દીને ફરી શિરોહી હાથ કરી કુંભલગઢ તરફ દેડ કરી, પણ એ ફાવ્યો નહિ અને પોતાના પ્રદેશમાં ચાલ્યો આવ્યો. ઈ.સ. ૧૪૫૯ આસપાસ ઝઘડા શાંત થયા અને કુંભાનાં છેલ્લાં દસ વર્ષ શાંતિમાં પસાર થયાં; બેશક, એને અંત ખરાબ થયો. એના મોટા પુત્ર ઉદયે એનું ખૂન કર્યું. ઉદયે સત્તા તે ધારણ કરી, પણ સરદારો બધા વિરુદ્ધ હતા. સરદારેએ નાનો ભાઈ રાયમલ ઈડરના કિલ્લાના રક્ષણનું કામ કરતો હતો તેને બેલાવી લીધું અને ઉદય ચિત્તોડની બહાર હતા ત્યારે રાણા તરીકે રાયમલને અભિષેક કરી નાખ્યો.
રાયમલના સમયમાં માળવા સાથે સંઘર્ષ ચાલુ રહ્યો હતો. રાયમલના અવસાને સરદારોએ ૧૫૦૯માં સાંગાને રાણા તરીકે અભિષેક કર્યો. એને પણ