Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૦૬]
સતનત કાલ
પ્રિ
આ કાલ દરમ્યાન ગુજરાતમાં એક પછી બીજો એમ અઢારેક જેટલા નાઝિમ આવ્યા હતા, તેઓમાંથી અલ્પખાન, મલેક દીનાર ઝફરખાન, મલેક તાજુદ્દીન તુક, નિઝામુમુક જૂના બહાદુર તુર્ક, ઝફરખાન ર જે (ઉફે દરિયાખાન) અને ફઈતુમુલ્કને ગુજરાતની સ્થાનિક પ્રજા પ્રત્યે સહાનુભૂતિ હતી અને એમણે તેઓમાં સુલેહશાંતિ જાળવી રાખવાને બન્યા તેટલા પ્રયત્ન કર્યા હતા. એમણે વેપારરોજગાર અને કેની રીતિ-નીતિની ઉન્નતિ અને પ્રગતિ થાય એમ કરવા બાબતમાં ઠીક ઠીક ભાગ ભજવ્યો હતો. નાઝિમ-કાલમાં વહીવટ
વહીવટની દષ્ટિએ એ કાલમાં પ્રદેશના બે વર્ગ હતા : એક હતો ખાલસા પ્રદેશને, જેનો વહીવટ કેંદ્રીય સત્તા નીચે ચાલતો હતો. એની તમામ જવાબદારી નાઝિમના શિરે હતી. બીજે વર્ગ હતો આશ્રિત રાજાઓને. પોતપોતાનાં રાજ્યોમાં તેઓ સ્વતંત્રપણે રાજ્ય કરતા હતા અને સલ્તનને મુખ્યત્વે કરીને નાણુરૂપે ખંડણી આપતા હતા. જરૂર પડશે લશ્કરની મદદ તરીકે પણ ખંડણી વસૂલ થતી હતી. તેઓ ખંડિયા થતાં એની શરતોને આધીન રહીને એમણે ખંડણી આપવાની હતી અને નહીં કે જમીનની ઉપયોગિતાના આધારે. એમની આંતરિક બાબતમાં તેઓ દિલ્હીની સર્વોપરિ સલ્તનતના અંકુશમાંથી બિલકુલ મુક્ત હતા. ખંડણી વસૂલ કરવા ઉપરાંતની કોઈ બીજી ડખલ નાઝિમ તરફથી એમને થતી ન હતી.
નાઝિમ સુલતાનના સીધા અંકુશ નીચે હતો. એના હાથ નીચે તમામ ખાતાઓમાં કેદ્ર સરકાર તરફથી નાયબોની નિમણૂક કરવામાં આવતી હતી. એમની હાજરી પ્રદેશમાંના ખાતા ઉપર દાબ રાખતી હતી. એ પ્રાદેશિક ખાતાંઓને વહીવટ કેંદ્રની રાજ્યવ્યવસ્થાની પ્રતિકૃતિરૂપે હતા. દિલ્હી પાયતખ્તામાંના તમામ વછરો પ્રદેશમાંનાં પિતપતાનાં ખાતાંઓ ઉપર ચાંપતી દેખરેખ રાખતા હતા; જેમકે પ્રાદેશિક લશ્કરી ખાતું સ્થાનિક આરિઝની નીચે રહેતું અને એ કેદ્રના આરિઝલકુમાલિકને જવાબદાર રહેતો.
પ્રદેશના વિભાગ હતા તે શિકક નામે ઓળખાતા હતા. એની ઉપર જે અમલદાર નિભાતે હતો તે “શિકદાર" કહેવાતો હતો. એ લશ્કરી અમલદાર હતો. એ પછી ના એકમ ગામના સમૂહને હતો તે પગના નામે ઓળખાતો હતો. પરંગનામાં આમિલ અને મુશરિફ (કે અમીન કે મુન્સિ), બે કારકુન” અને “કાનૂનગ’ મુખ્ય કર્મચારીઓ હતા. “પરગનાના વહીવટનો વડે સંચાલક “આમિલ’ હતો. મુશરિફ કરવેરાની આકારણી કરનાર મુખ્ય