Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧૮]
સલ્તનત કાલ
[પ્ર.
જાગીરમાં આપવામાં આવશે. આ વચન અમીરેની અદેખાઈ અને ઉશ્કેરણીને લીધે સુત્ર ।।ને પાળ્યું નહિ, આથી રૂમીખાને ગુસ્સે થઈ ને ૫ હુમાયૂં સાથે છૂપા સંદેશા ચલાવવા માંડયા અને સુલતાન બહાદુર ઉપર આક્રમણ કરવાથી તમને વિજય પ્રાપ્ત થશે એવી ખાતરી આપી, આથી હુમાયૂ એ ગ્વાલિયરથી કૂચ કરી. આ સમાચાર મળતાં સુલતાન બહાદુરશા ચિત્તોડમાં થાડુ લશ્કર રાખીને હુમાયૂને સામને કરવા રવાના થયે। અને એણે મદસે।ર આગળ પડાવ નાખ્યા. ચિત્તોડમાં પૂરી વ્યવસ્થા નહિ થઈ શકતાં રાણા વિક્રમાજિતને થેાડા સમયમાં એનેા કબજો મેળવવામાં સરળતા સાંપડી,
હુમાયૂ' સાથે સઘર્ષ
સુલતાને રૂમીખાનની સલાહ મુજબ તે પગાડીએને કિલ્લા કરી વચ્ચે લશ્કર રાખ્યું. બીજી બાજુ રૂમીખાન તરફથી ખાનગી રાહે મળેલી સલાહ મુજબ હુમાયૂ એ લશ્કર માટે આવતી મદદનામા રોકી લીધા, જેથી સુતા ની છાવણીમાં તાજ-પાણીની અને ઘાસચારાની તંગી પ્રવૃતી. મુદ્દલા અને ગુજરાતી ફેાજ વચ્ચે લડાઈ થઈ તેમાં ગુજરાતી ફાજ ટક્કર ઝીલી શકી નહિ, દ્રોહી રૂમીખાત નસી છૂટયો, અને હુમાયૂને જઈ મળ્યો. આવી સ્થિતિમાં સુલતાન બહાદુરશાહુ થોડા રસાલા સાથે માંડૂ તરફ રાત્રિ દરમ્યાન ઈ.સ. ૧૫૩૫ ના એપ્રિલની ૨૫ મીએ તાસી ગયે. ગુજરાતી લશ્કરમાંના કેટલાક માર્યા ગયા, કેટલાક કેદ પકડાયા અને કેટલાક ભાગી ગયા.
હુમાયૂ એ બહાદુરશાહના પીછા કર્યો. એણે માંડૂના કિલ્લા પણ જીતી લીધે, આથી ત્યાંથી સુલતાન બહાદુરશાહ ચાંપાનેર તરફ નસી ગયે. હુમાયૂ એ એની પીછે કર્યાં અને એ ત્રણુ દિવસમાં એની પાછળ ચાંપાનેર પહોંચ્યા. એ સાંભળી સુલતાન બહાદુરશાહે અમીર્ ઇમ્તિયારખાત અને રાજા નરિસહદેવને ચાંપાનેરને કિલ્લા સાંપી પે।તે ખંભાતના બંદરને રસ્તે નીકળી ગયે.
હુમાયૂ' પેાતાના એક સરદાર મીર તસ્દી મેગને લશ્કર સાથે ચાંપાનેરમાં મૂકી સુલ્તાન બહાદુરશાહની પાછળ ખંભાત તરફ્ ગયે!, પરંતુ એ જ દિવસે સુલતાન ત્યાંથી દીવ તરફ ચાલી નીકળ્યા હતા. ખંભાત બંદરમાં ફિર ગીએ સામે લડવા એણે એકસે વહાણ બંધાવ્યાં હતાં તે હુમાયૂના હાથમાં ન જાય એમ કરવા એ બાળી નખાવા ગયા હતા. હુમાયૂ એ પછી દરિયાકાંઠે પડાવ નાખ્યો. જનાના તેમજ ખજાને સહીસલામત રહે એવું ન લાગતાં સુલતાને પેાતાના વિશ્વાસુ આસક્ખાન સાથે દસ વહાર્ગેામાં એ સ` ભરીને મક્કા મેકલી દીધુ.