Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪ર૮]
સલ્તનત કાલ
મેવાડના રાજા રતનસિંહના મહામાત્ય કર્મશાએ શત્રુંજયની યાત્રા સમયે વિ.સં. ૧૫૮૭ ઈ. સ. ૧૫૩૧)માં ત્યાં પુંડરીક સ્વામીના મંદિરનો સાતમો ઉદ્ધાર કરાવ્યો તેમજ સમરશાના આદિનાથ મંદિરને પણ જીર્ણોદ્ધાર કરાવ્યો, વળી ચશ્વરી દેવીનું મંદિર પણ સમરાવ્યું.
હામપર(જિ. સુરેન્દ્રનગર)નું શિવમ દિર જિતમાલ સેલંકીએ વિ.સં. ૧૫૮૮(ઈ.સ. ૧૫૩૨)માં સમરાવ્યું હતું.
અમદાવાદની ઝવેરીવાડમાં આવેલું જગવલ્લભ પાર્શ્વનાથનું દેરાસર વિ.સં. ૧૬૦૦ (ઈ.સ. ૧૫૪૪)ને સુમારમાં સમાવાયું જણાય છે. એનાં એટલાં બધાં પુનનિર્માણ થયાં છે કે એનું અસલ સ્વરૂપ કળવું મુશ્કેલ છે. ઊંઝા (જિ. મહેસાણા)નું કંયુનાથ મંદિર એ વર્ષે બંધાયું હતું. એનું પણ અસલ સ્વરૂપ જળવાઈ રહ્યું નથી.
શત્રુ જય પરનું ગંધારિયા ચોમુખજીનું મંદિર વિ.સં. ૧૬ર૦( ઈ.સ. ૧૫૬૪) માં બંધાયું લાગે છે. જામનગરનું શાંતિનાથ દેરાસર શેઠ તેજ સિંહે એ વર્ષે બંધાવવા માંડેલું; એનું અસલ સ્વરૂપ જળવાયું નથી.
વિ.સં. ૧૬૨૨ (ઈ.સ. ૧૫૬૫)માં પુદગામ(તા.વિસનગર, જિ. મહેસાણા) સિદ્ધેશ્વર મહાદેવના મંદિરનું સંસ્કરણ થયું હતું. એ વર્ષ દહીસરા (જિ. રાજકોટ)માં જામશ્રી કરણજીની પત્નીએ ધીંગડમલ્લનું મંદિર બંધાવેલુ.
વિ.સં. ૧૬૨૭(ઈ.સ. ૧૫૭૧)માં ધોળકામાં રણક નામે બ્રાહ્મણે રણકેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું હતું. હાલ એ મંદિર ના શેષ છે. નોંધપાત્ર વિદ્યમાન દેવાલ
ઉપર જણાવેલાં દેવાલયે પૈકી કેટલાંક અદ્યપર્યત વિદ્યમાન છે. એમાંનાં કેટલાંકનું મૂળ સ્થાપત્યકીય સ્વરૂપ જળવાઈ રહ્યું છે, જ્યારે બીજા કેટલાંકનું મૂળ સ્વરૂપ એનાં પુનર્નિમાંણોમાં સદંતર બદલાઈ ગયું છે. એ કાલનાં વિદ્યમાન દેવાલયના અસલ સ્વરૂપ પરથી માલૂમ પડે છે કે સલ્તનત કાળ દરમ્યાન બંધાયેલાં મોટાંનાનાં દેવાલયોમાં મુખ્યતઃ સેલંકી કાલના સ્થાપત્ય-સ્વરૂપને અનુસરવામાં આવતું હતું, જ્યારે એમાં કેટલીક વાર કંઈ ફેરફાર પણ કરવામાં આવતે હતો. આ પ્રકારના સ્થાપત્યસ્વરૂપ પરથી, અભિલેખ કે સાહિત્યના આધારે જેને ચોક્કસ નિમણ-સમય જાણવા મળ્યો નથી તેવાં કેટલાંક દેવાલય પણ આ કાલ દરમ્યાન બંધાયાં હોવાનું જણાય છે. આ બંને પ્રકારનાં દેવાલયમાંનાં નેધપાત્ર દેવાલય નીચે પ્રમાણે છે :