Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સલતનત કાલ
ધારણ કરી માળવાના તખ્ત ઉપર બેઠે, ત્યારે ગાદીના અસલ વારસદાર મસીદે તખ્ત પાછું મેળવી આપવા માટે સુલતાન અહમદશાહને આજીજી કરી. પરિણામે ઈ.સ. ૧૪૩૮ માં સુલતાને માળવા ઉપર આક્રમણ કર્યું અને માંડૂને ઘેરો ઘાલ્યો. એ લાંબો સમય ચાલુ રહ્યો. એટલામાં એની છાવણીમાં મરકી ફાટી નીકળી અને બે દિવસમાં કેટલાક હજાર માણસ મરી ગયા, તેથી એને અમદાવાદ પરત આવી રહેવું પડયું (ઈ.સ. ૧૪૩૯). માળવાથી આવ્યા બાદ લગભગ ત્રણ વરસ જેટલે સમય એ બે અને ઈ.સ. ૧૪૪૨ ના ઓગસ્ટની તા. ૧૨મીએ એનું અવસાન થયું.૩૩ સુલતાનનું મૂલ્યાંકન
ગુજરાતની સમગ્ર મુસ્લિમ સલ્તનતને સ્થાપક ઝફરખાન મુઝફરશાહ ૧લો) હતા. સુલતાન થયું હોવાની વિધિસરની જાહેરાત અગાઉ એના પુત્ર તાતારખાને (મુહમ્મદશાહે) કરી હતી તેથી એ આ વંશને પ્રથમ સુલતાન ગણાય, પરંતુ ગુજરાતની સલતનતનો વંશકર્તા તે અહમદશાહ જ હતો તેથી એ વંશ “અહમદશાહી વંશના નામથી ઓળખાય. એ ન્યાય આપવામાં વંશ પદ અને સંબંધની પરવા કરતું ન હતું. ખૂનને બદલો ખૂનથી લેવાના સિદ્ધાંતમાં એ માનતો હતો.૩૪ એના ૩ર વરસના લાંબા શાસનનો લગભગ મોટા ભાગનો સમય ગુજરાતનાં હિંદુ રાજ્ય અને ગુજરાત બહારના પડોશી મુસ્લિમ સુલતાને સાથે લડવામાં ગયો હતો. વિજયની એની કાર્યવાહીમાં આક્રમણ સાથે લૂંટ અને પ્રદેશની તારાજી પણ હતાં. એ એ સમયે એક વિચિત્ર ક્રમ જ હતે.
એને શાંતિથી રહેવાના ગાભ ભાગ્યેજ પડતા, જે એ વેગે વહીવટીતંત્ર ગોઠવવામાં ગાળતા હતા.
ગિરનારની છત પછી જે કંઈ કાર્ય એણે કર્યો તે ઉપરથી એવું તારણ નીકળે છે કે ગુજરાતમાં થઈ ગયેલા સુલતાને પૈકીમાં એ સૌથી વિશેષ અસહિષ્ણુ હતો. ઇસ્લામના કાનૂનનું એ દઢતાથી પાલન કરતો હતો. એને મજહબ તરફ વિશેષ આસક્તિ હતી. હિંદુઓ સામે લડવું એ મજહબી કાર્ય હોવાનું એ ગણતો હતો. ઈ.સ. ૧૪૧૪માં એણે મલેક તુહફા નામના અમલદારને “તાજુમુકીને ખિતાબ એનાયત કરી, મંદિર તોડી એને સ્થાને મજિદ ઊભી કરવાની કામગીરી સેંપી હતી. જે લેકે સામે થયા તેમની પાસેથી ફરજિયાત જજિયાવેરો ઉઘરાવવામાં આવતો હતો. એ બાબતમાં એણે એવી તો સખ્તાઈ કરી કે ગુજરાતમાં ગ્રાસ અને મેવાસનાં નામ એ પછી સંભળાતાં બંધ થઈ ગયાં.૩૭