Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સલ્તનત કાલ
પ્ર.
આમ નક્કી થયા બાદ ઈ.સ. ૧૪૫૭ માં સુલતાન મહમૂદશાહ ખલજીએ કૂચ કરી અને એ મંદર પહોંચ્યો. સુલતાન કુબુદ્દીને રાણના પ્રદેશ તરફ કુચ કરી અને આબુને કિલો કબજે કરી એ ખેતા દેવડાને સેંપી દીધો. એ પછી એ કુંભલમેર તરફ આગળ વધ્યો અને એની આજુબાજુને પ્રદેશ તારાજ કર્યો. એ સમયે રાણો કુંભ ચિત્તોડના કિલા ઉપર હતો. સુલતાને એ કિલ્લા પર આક્રમણ કરતાં રાણાએ ખંડણી આપવાનું સ્વીકારી સંધિ કરી, એ પછી સુલતાન ગુજરાતમાં આવી રહ્યો. ત્રણ જ મહિનામાં રાણાએ કરારને ભંગ કરીને નાગર ઉપર આક્રમણ કર્યું. વજીર મલેક શાબાન ઈમાદુલમુકે એ ખબર સુલતાનને પહોંચાડી અને તેથી સુલતાન કુબુદ્દીન એનું મુખ્ય લશ્કર લઈ રવાના થયે. આ સમાચાર સાંભળી રાણો પાછો ફર્યો અને સુલતાન કુબુદ્દીન અમદાવાદમાં આવી રહ્યો.
થોડા સમય બાદ સુલતાન કુબુદ્દીને શિરોહીના રાજ્ય તરફ કૂચ કરી અને ત્યાંથી આગળ વધી રસ્તામાં આવતાં નગર લુંટી એણે કુંભલમેરને ઘેરો ઘાલે, પરંતુ એમાં ફાવી શકાય એમ નહિ લાગતાં એ ચિત્તોડ ગયો. આખરે એ કંઈ પણ કામયાબી મેળવ્યા વિના પાયતખ્ત પાછો ફર્યો.
આ લડાઈઓ બાબતમાં એમ જણાય છે કે મુસલમાન તવારીખકાર સુલતાન કુબુદ્દીનને હમેશાં વિજય થયેલ જણાવે છે અને રાજપૂતના અહેવાલે એની હાર થયેલી હોવાનું આગળ કરે છે.૪૫ ચિત્તોડના સમકાલીન કીર્તિસ્તંભ-લેખમાંના વિધાન અનુસાર રાણા કુંભાએ ગુજરાત અને માળવાની સેનાને પરાજય આપ્યો હતો.' સુલતાનનું અવસાન
પાયતખ્તમાં પાછા ફર્યા પછી સુલતાન કુબુદ્દીન માંદો પડ્યો અને ઈ.સ. ૧૪૫૯ ના મેની તા. ૨૩મીએ૭ ૨૮ વર્ષની વયે ભરજુવાનીમાં ગુજરી ગયો. કહે છે કે સુલતાનાએ પોતાના પિતા શરૂખાનને ગુજરાતનું તખ્ત મળે એવા ઉદેશથી સુલતાનને ઝેર આપી મરાવી નાખ્યા હતા. સુલતાનના દાદા અહમદશાહના અમદાવાદમાં આવેલા માણેકચેકમાંના રોજામાં એની દફનક્રિયા કરવામાં આવી હતી. સુલતાનનું મૂલ્યાંકન
સુલતાન આમ તો ઘણે બહાદુર હતો, પરંતુ એણે દારૂના નશામાં ભાન ભૂલી ફૂર કાર્ય કર્યા હતાં.