Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજ્યતંત્ર
૨૦૫
કારણ કે જાગીરની વ્યવસ્થાને લઈને નાઝિમ માલદાર થઈ જાય તે તક મળતાં બળવો કરે એવો ખતરે એને જણાયો હતો. આના પરિણામે સુલતાન ફીરોઝશાહ તુગલુકના સમય સુધી કેઈ નાઝિમને સુલતાન તરફથી જાગીર મળી ન હતી. એ સુલતાને નાઝિમને જાગીર આપવાની પ્રથા ફરીથી દાખલ કરી હતી.
નાઝિમ પાસે કેંદ્રનું થડું લશ્કર રહેતું હતું અને એ સ્થાનિક ફેને પણ રાખતો હતો. અશાંતિના સમયમાં સિપાહાલારોને લશ્કર સાથે ના ફરમાનથી
જ્યાં જરૂર પડે તે પ્રદેશમાં મોકલવા પડતા અને એણે પોતે પણ જવું પડતું. કેટલીક વાર એને લકર એકત્ર કરવાની કામગીરી પણ સોંપવામાં આવતી હતી અને એ કરવામાં તેઓ જમીનદારની મદદ લેતા હતા. એમ કરી કેદ્રીય સરકારને બને તેટલી લશ્કરી મદદ તેઓ મોકલતા હતા.
શક્તિશાળી હોય તે નાઝિમ પિતાની ફરજમાં વફાદાર રહેતા હતા અને રૈયતનાં હિતમાં કામ કરતા હતા, એટલે કે સુલતાનની શક્તિ કે નબળાઈ ઉપર ગુજરાતના વહીવટીતંત્રનો આધાર રહ્યો હતો. નાઝિમેની બદલી વારંવાર થતી હતી, આથી કાઈના અમલ સારી રીતે જામતો ન હતો. કેટલીક વાર જનો નાઝિમ નવા આવનાર નાઝિમની સામે થઈ જતો અને તેઓમાં મહામહે લડાઈ ટેટા પણ થતાં હતાં. આ કારણથી નાઝિમોના શાસન દરમ્યાન વહીવટમાં સમતોલપણું સચવાયેલું જોવામાં આવતું નથી.
પ્રદેશમાં હિંદુ રાજાઓ, ઠાકોર, રાજપૂત જમીનદારો અને કોળી તથા ભીલોની સંખ્યા મોટી હતી. રાજાઓ અને ઠાકોર પેશકશ અને ખરાજ મોકલતા રહેતા ત્યાં સુધી એમનો વહીવટ શાંતિપૂર્વક ચાલતો હતો, પરંતુ સલ્તનત માટે નાઝિમો એમની જાગીરો અને જમીન પોતાની કબજે કરતા ત્યારે તેઓ એમની સામે થતા અને બંડ કરતા. તેઓ ખાલસા ગામોને કનડગત કરતા રહેતા હતા, આથી ખેતીવાડીને નુકસાન થતું હતું અને પ્રજાની હલિત પરેશાન રહેતી હતી.
નાઝિમોની ફેરબદલીના પરિણામે લોકોના જીવન વ્યવહારમાં કોઈ ખાસ પરિવર્તન આવતું ન હતું. તેઓ એકબીજાની મદદથી રોજબરોજનાં નાનાં મોટાં કામ ઉકેલતા હતા અને વહીવટ ચલાવતા હતા. | ગુજરાતમાંના ગેરમુસ્લિમો તરફના નાઝિમેના વલણને આધાર વિશેષ કરીને એમના અંગત સ્વભાવ ઉપર રહેતો હતો. સુલતાનના માનીતા થવા માટે તેઓ વિવિધ રીતો અજમાવતા હતા અને ઇસ્લામને પ્રચાર કરવાના પ્રયત્ન પણ કરતા હતા. તેમાંના કેટલાકે બળજબરીનો ઉપયોગ પણ કર્યો હતો અને મંદિરોના - સ્થાને મસ્જિદે ચણાવી હતી.