Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૫
સલ્તનત કાલ
૨૬ ફેબ્રુઆરી ૧૫૭૩) ત્યારે રાજકીય અંધાધૂંધીને લાભ લેવા ફિરંગીઓએ તક ઝડપવા પ્રયાસ કર્યો. સુરતના કિલ્લામાં ઘેરાયેલા મીરઝાએ એમની મદદ માગી અને બદલામાં કિલ્લે સોંપી દેવા નિમંત્રણ મોકલ્યું, ૨૫ પણ ફિરંગીઓએ અકબરની તાકાત જોઈ અકબરના દરબારમાં સુરતમાં જ એલચીઓ મોકલ્યા અને સંબંધ બાંધ્યા. ૨૪
દીવ પર કબજો મેળવ્યા બાદ ફિરંગીઓની પરવાનગી વ૨ કોઈ જહાજ ગુજરાતનાં બંદરોથી જઈ શકતું નહિ કે બહારથી કોઈ જહાજ ત્યાં આવી શકતું નહિ. મક્કાની હજ કરવા મુસ્લિમોને ગુજરાતનાં બંદરાએ પ્રયાણ કરવાનું સુગમ થઈ પડતું. અકબરની ૨ તા હમીદાબાનું અને ફેઈ ગુલબદનબાનુ વગેરે જનાના-સ્ત્રીઓ અકબર સાથે આવેલી હતી તેમને હજ કરવાની તીવ્ર ઈચ્છા હતી. ફિરંગીઓ પાસે ગુજરાતનાં બંદરોથી પ્રયાણ કરવા એમના જહાજને ફિરંગીઓ તરફથી પરવાને મળે એ પણ હેતુ આ સંબંધે પાછળ હોઈ શકે. એ સિવાય વધારે વજૂદવાળું કારણ બીજુ પણ હતું : ૧૫૬૯ માં બિજાપુર અહમદનગર અને કાલિકટનાં રાજ્યોએ ફિર ગીઓને મલબાર કાંઠેથી હાંકી કાઢવાના મોટા પ્રયાસ કર્યા હતા, પણ એ નિફળ ગયા હતા. અકબરે આના પરથી ફિરંગીઓની ચડિયાતી નૌકા-તાકાત માપી ૯ઈને અને ગુજરાતની નાકાતાકાત ખીલવવાનું મુશ્કેલ લાગવાથી આ સંબંધ બાંધ્યા હોવાનું લાગે છે. અકબરે પોતાની પ્રવૃત્તિઓ ખંભાત સુરત અને ભરૂચ પર કેન્દ્રિત કરી હતી એ પણ આના સંદર્ભમાં સૂચક છે.
આમ ગુજરાતનાં મુઘલ સત્તાની સ્થાપના સમયે ફરંગીઓ પાસે વ અને દમણ રહ્યો.
પાદટીપે
૧. ફારસીમાં ‘ફિરંગી'ને મૂળ અર્થ યુરોપના લોકે થાય છે, પરંતુ ગુજરાતની તવારીખમાં એ ખાસ કરીને પોર્ટુગીઝ માટે રૂઢ થયો છે.
2. R. S. Wbiteway, The Rise of Portuguese Power in India, 1497-1550, pp. 115 ff., 124 f.; F. C. Danvers, The Portuguese in India, Vol. I, pp. 129 f, 141
3. E. C. Bayley, History of Gujarat, p. 222 7. Whiteway, op. cit., pp. 124 f.