Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૧૩
ધર્મ-સંપ્રદાય
૧. હિંદુ ધર્મ હિંદુ સમાજ હમેશ અન્ય ધર્મો તરફ સહિષ્ણુ અને ઉદાર રહ્યો છે. સેલંકીઓના શાસનકાલમાં જે મુસલમાને ગુજરાતના નગરમાં વસેલા હતા તેમના પ્રત્યેનું રાજ્યનું વલણ પણ ખૂબ ઉદાર હતું. પરંતુ મુસ્લિમ અમલ પર ધર્મસહિષ્ણુતાને નિભાવી શકશે નહિ. હિંદુ બ્રાહ્મણ અને જૈન મંદિરની ભાંગફોડની ઘટનાઓ યુદ્ધમાં અને શાંતિકાલમાં પણ વધવા લાગી. મુસ્લિમ તવારીખો જણાવે છે કે સુલતાન અલાઉદ્દીન ખલજીએ દિલ્હીથી ભરૂચ સુધી ધર્મને ફેલાવો કર્યો અને ગુજરાતના સૌરાષ્ટ્ર જેવા પ્રાંતમાં અહમદશાહે ઇરલામ ધર્મને પ્રકાશ ફેલાવ્યો, પરંતુ ધર્મસહિષ્ણુ હિંદુ પ્રજા પ્રત્યે ખૂબ કડકાઈ રખાઈ, ધાર્મિક ઉત્સવો પણ ઊજવી ન શકે એવી સખ્તાઈ રખાઈ એના ઉપર ખાસ વેરા નખાયા. વેરો ન ભરી શકનારમાં વટાળ-પ્રવૃત્તિ પણ સારી રીતે ચાલી. વિવિધ પ્રકારની વટાળ પ્રવૃત્તિઓને પરિણામે “મલે સલામ’ કેમ અને પીરાણાને પંથ' વગેરે ઉભવ્યાં. મંદિર-વિધ્વંસ તથા ધર્માતર વગેરે માટે ખાસ અમલદાર પણ નીમવામાં આવતા, તથાપિ હિંદુ પ્રજા પ્રત્યે આ વર્તાવ પડેશમાં આવેલ ગોવામાં ફિરંગીઓએ એ જ કાલે અખ્રિસ્તી પ્રજા પર ગુજારેલ જુલમ આગળ મેળો પડે તેવો હતો એવું ઇતિહાસકારોનું મંતવ્ય છે.
હિંદુ ધર્મને વિવિધ સંપ્રદાયમાં શૈવ સંપ્રદાય આ કાલખંડ દરમ્યાન સૌથી વધારે પ્રચલિત હતો અને નાગનાથ ભૂતનાથ સારણેશ્વર ભીડભંજન નીલકંઠ સિદ્ધનાથ શંખેશ્વર વગેરે ૪૦ થી ૫૦ જેટલાં શિવાલય પણ બંધાયેલાં એવું એ કાલના અભિલેખો ઉપરથી સમજાય છે, પરંતુ ૧૪મા શતકમાં ગુજરાત ઉપર જે મુસલમાની મોજું ફરી વળ્યું તેમાં સેલંકી કાલની સમૃદ્ધિએ ઊભાં કરેલાં વિશાળ અને ભવ્ય મંદિરોને તથા પાશુપત મઠને લેપ થઈ