Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૬]
દિલ્હી સલ્તનતના અમલ નીચે
[૩૫ બે હજાર ઘોડેસવાર લઈ અન્ય અમીરો સહિત મલેક તગીની પૂઠ પકડવા ખંભાત તરફ રવાના કર્યો. એ ચાર પાંચ દિવસ બાદ ત્યાં પહોંચ્યો. પિતાના ત્રણ હજાર જેટલા સાથીદારો સાથે રહીને મલેક તગીએ એનો બરાબર સામનો કર્યો, મલેક યુસુફ બુગદા જેમાં માર્યો ગયો. શાહી ફેજ વેરવિખેર થઈ ભરૂચ પાછી ફરી. મલેક તગીએ અણહિલવાડ પાટણથી નાઝિમ મુઇઝુદ્દીનને કેદી તરીકે સાથે ખંભાત આણેલ. એણે વિજય ! આનંદમાં આવી જઈને એની કતલ કરાવી. સુલતાન આ ખબર મળતાવેંત રોષે ભરાઈને નર્મદા ઓળંગી ભરૂચ ગયો. ત્રણ દિવસ ત્યાં તૈયારીમાં રોકાઈને એણે તગીની સામે લડવા ખંભાત તરફ કૂચ કરી. દરમ્યાન મલેક તગી ખંભાતથી નાસી જઈને અસાવલ થઈ અણહિલવાડ પાટણ તરફ નીકળી ગયો.
સુલતાનની તૈયારી મલેક તગીની પૂંઠે જવાની હતી, પરંતુ ભારે વરસાદને લઈને એ એમ કરી શક્યો નહિ. લડાઈઓ લડવાનું સતત રહ્યું હતું, તેથી ઘોડાઓની હાલત સારી ન હતી, આથી અસાવલમાં જ એણે પડાવ નાખ્યો. આવા સમાચાર મલેક તગીને મળ્યા એટલે એ અસાવલ નજીક સુલતાનની ફેજ ઉપર આક્રમણ કરવા નીકળ્યો નિરંતર વરસાદ પડવા છતાં મલેક તગીના આવવાના સમાચાર મળતાં સુલતાન એકદમ તૈયાર થઈ નીકળ્યો. કડી પાસે લડાઈ થઈ ભલે તગીએ પોતાના સોએક જેટલા મરણિયા સૈનિકોને તેઓ બરાબર લડે એમ કરવા દારૂ પાયો અને તેઓ માથાં મૂકીને લાવ્યા, પરંતુ શાહી જ ગી હાથીઓની હરોળ સામે તેઓ ટકી શક્યો નહિ. શિકરત ખાઈ તેઓ નાસી છૂટયા. કેટલાક જંગલમાં છુપાઈ ગયા અને કેટલાક અણહિલવાડ પાટણ પહોંચ્યા. એમનામાંના ચારસો કે પાંચસો જેટલા સરંજામ સાથે પકડાઈ ગયા. એ તમામની સુલતાને કતલ કરાવી. આ બનાવ ઈ.સ. ૧૩૪૭ના સપ્ટેમ્બરમાં બન્યો. મલેક તગા નાસી જઈને અણહિલવાડ પાટણ પહોંચ્યો અને ત્યાંથી પોતાના પરિવાર અને સહાયકો સહિત એ કછ તરફ નીકળી ગયો. ત્યાંથી કંથકેટમાં અને એ પછી ગિરનાર-જૂનાગઢ પહેચી, રા' ખેંગાર ૪ થા પાસે જઈ એણે આશ્રય લીધો. સુલતાન એ પછી અણહિલવાડ પાટણ પહોંચ્યો.
ત્યાં થોડા દિવસના નિવાસ દરમ્યાન એણે બે મુખ્ય કાર્ય કર્યા: એક તો રાજપૂત ઠાકરને શરણે લાવવાનું અને બીજું જેનના પ્રદેશો એના તાબામાં આવ્યા ન હતા તેઓને નમાવવાનું. આજુબાજુના રાજપુત ઠાકર તથા રાણાઓ અને મુક્તએ આવીને સુલતાનને નમન કર્યું અને એમણે એની સત્તા માન્ય રાખી. આમાં માંડલ અને પાટડીના ઠાઠેર નોંધપાત્ર છે.