Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨હર
સતનત કાલ
[પ્ર. ૧૦ ભું
મુહમ્મદ તુગલક ખંભાત આવ્યો હતો. નાઝિમ ઝફરખાને રાતીખાનના જુલમે સામે ફરિયાદ કરનાર ખંભાતના વેપારીઓને ખંભાત જઈ સંતેષ આપ્યો હતો. દિલ્હી સલતનતના અમલ દરમ્યાન ખંભાતના બંદર તરીકેના ઉલ્લેખ મળતા નથી. બન્ને બતૂતા ચીન જતાં ઈ.સ. ૧૩૪૫ માં ખંભાત આવે તે ખંભાતની સુંદર મસ્જિદોને અને શહેરની સુંદરતાને નિર્દેશ કરે છે.’
ગુજરાતની સ્વતંત્ર સહતનતના અમલ દરમ્યાન ખંભાત ગુજરાતના નૌકાસૈન્યનું એક મોટું મથક હતું. અહીંનાં નૌકાસૈન્ય ચાંચિયાઓને વશ કરતાં પંદરમી સદીમાં ખંભાતના વેપારની જાહોજલાલી હતી. અમદાવાદરૂપી લંડનનું એ લીવરપુલ હતું. યુરોપ અને એશિયાના દેશમાં આખું હિંદરતાન ત્યારે ખંભાતના નામે ઓળખાતું. ઉત્તર હિંદુસ્તાન માટે એ મક્કાનું દ્વાર હતું.
સોળમી સદીની શરૂઆતમાં આવેલો યુરોપીય મુસાફર બારબોસા ખંભાત શહેરની સમૃદ્ધિનું વિગતે નિરૂપણ કરે છે ને ખંભાતના વેપાર વિશે નોંધે છે કે ત્યાંના વેપારીઓ મબાસામાં ઘર કરીને રહે છે, ખંભાતનાં વહાણમાં પિતાને માલ આવે છે ને સોફાલા અને દક્ષિણ આફ્રિકામાં ૨૦૦ માઈલથી દૂર અને કેપ ઍફ ગુડ હોપ સુધી જાય છે. આ વેપારીઓ ખંભાતને રંગીન ભાલ આફ્રિકાના અંદરના લેકોને આપી બદલામાં જોખ્યા વગર સોનું લે છે ને એ ઉપર સો ટકા ઉપર નફે કરે છે. મબાસામાં ખંભાતનાં ઘણાં વહાણ આવે છે. ખંભાતથી ઘેડા એટલા બધા આવતા ને જતા કે આશ્ચર્ય થાય. ખંભાતનાં વહાણ એટલાં બધા ને એવડાં મોટાં આવે છે અને એટલે બધે માલ લાવે છે કે એની કિંમતને વિચાર કરતાં ગભરામણ થઈ જાય.”
ઈરાની અખાતના હરમુઝ સંદરની આવક ખંભાત સાથેના વેપાર ઉપર જ આધાર રાખતી. એડનને ખંભાત સાથે મોટા વેપાર હતો. પેડુમાં ખંભાતનું કાપડ અને રેશમી પટોળાં બહુ જતાં. આવામાં પણ ખંભાતને ઘણો માલ જતો. મલાક્કા જાવા અને ચીનમાં પણ ખંભાતથી ઘણુ ચીજોની આયાત થતી. ૧૧ સ્થાનિક ઉદ્યોગ-ધંધા
ખંભાતમાં દક્ષિણ ગુજરાતમાંથી તથા દેશાવરોથી અકીક મંગાવીને એમાંથી સુંદર ચીજો ઘડવાને ઉદ્યોગ પ્રાચીન કાલથી ખીલ્યો છે. એના ઉલ્લેખ ખાસ કરીને ૧૬મી સદીમાં મળે છે. અકીકને ઘડવાની અને પોલિશ કરવાની હુન્નર-કલા માટે ખંભાત ત્યારથી ખાસ મશહૂર છે. અકીકમાંથી ઘડેલી ત્યાંની વિવિધ ચીજોની ચીન અરબરતાન અને યુરોપમાં ઘણી નિકાસ થતી. ખંભાતમાં કાપડ