Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૮૦]
સતત કાલ
ભાગમાં હાથીઓ અને નર્તકીની આકૃતિઓ અને પરિકરની છેક ઉપર મધ્યમાં અંજલિમુદ્રામાં ભક્તની આકૃતિ કંડારેલી છે. ૨૪
આબુ પર વિમલવસહીમાં ગૂઢમંડપની બંને બાજુ પર પાર્શ્વનાથની વિ. સં. ૧૪૦ (ઈ.સ.૧૩૫૧–૫૨)ને લેખવાળી એક એક ઊભી સરખા કદની પ્રતિમા છે. (૫ટ્ટ ૩૪, આ. ૧૮) પ્રતિમાની મધ્યમાં પાર્શ્વનાથ કાસગ મુદ્રામાં છે, જ્યારે એમની બે બાજુની ઉભી હરોળમાં બે ને મૂર્તિઓમાં થઈને કુલ ૨૪ જિનમૂર્તિ કંડારેલી છે. વળી દરેક મૂર્તિમાં બે ઈક, બે શ્રાવક અને બે શ્રાવિકાઓની આકૃતિઓ કરેલી છે. પાર્શ્વનાથના મસ્તક પણ સાત સપફણાનું છત્ર છે. ૫
આને મળતી પાર્શ્વનાથની કાયોત્સર્ગ બે પ્રતિમા ૧ર્વસહીમાં ગૂઢમંડપની પ્રત્યેક બાજુએ જોવા મળે છે, જોકે આમાંની એક મૂર્ત મોટી છે, જેના પર લેખ નથી, જ્યારે નાની મૂર્તિ પર વિ.સં. ૧૩૮૯(ઈ.સ. ૧૩૩૨-૩૩)નો લેખ છે. ૨૬
આબુ પર આ કાલમાં બંધાયેલ ખરતરવસહીનાં શિલ્પ પૈકી કેટલાંક ખાસ ધ્યાન ખેંચે છે. ત્રણ માળના આ મંદિરમાં ત્રણેય માળે ચામુખજીની પ્રતિમાઓ મૂલનાયક તરીકે સ્થાપી છે, જેમાં નીચેના મજલે ગર્ભગૃહમાં મૂલનાયક તરીકે પાર્શ્વનાથની ચારેય મૂર્તિ મોટી ભવ્ય અને નવ ફણયુક્ત છે. એના પરના લેખ પરથી ઉત્તર દિશાના ચિંતાણ પાર્શ્વનાથ, પૂર્વના મંગલાકર પાર્શ્વનાથ અને પશ્ચિમના મને-ક૯પમ પાર્શ્વનાથ હેવાનું જણાય છે. દક્ષિણ દિશાની પ્રતિમા નીચેનું નામ ઘસાઈ ગયું છે. આ ચારેય મૂર્તિ વિ.સં. ૧૫૧ ૫(ઈ.સ. ૧૪૫૮-૫૯)માં સંધવી મંડલિક ભરાવી હતી. વળી ગર્ભગૃહની બહારની દીવાલ, દિપાલે, વિદ્યાદેવીઓ, યક્ષિણીઓ અને શાલભંજિકાઓ અને અન્ય દેવીઓનાં શિપોથી સુશોભિત છે. શાલભંજિકાઓનું રૂપાંકન અત્યંત મનોહર છે. એની મુખાકૃતિ તત્કાલીન જૈન લઘુચિત્રોમાં જોવા મળતી આવે છે. ૨૭
આબુ ઉપર પિત્તલહર મંદિરમાં ગર્ભગૃહમાં સ્થાપેલી મૂળનાયક ઋષભદેવની ૧૦૮ મણ વજનની પિત્તલાદિ ધાતુની પ્રતિમા ગુજરાતની શિલ્પકલાની અપૂર્વ સિદ્ધિરૂપ છે. સુલતાન મહમૂદ બેગડાના મંત્રી સુંદર અને એના પુત્ર મંત્રી ગદાએ આબુ પર યાત્રા અને પ્રતિષ્ઠા માટે અમદાવાદથી મોટો સંઘ કાઢો ત્યારે એમણે મૂલનાયકની આ સુંદર પ્રતિમાં મહેસાણાના દેવ નામના શિલ્પી પાસે ભરાવીને વિ. સં. ૧૫ર૫(ઈ.સ. ૧૪૬૮-૬૯)માં એની અહીં પ્રતિષ્ઠા કરાવી હતી. આ પરિકરયુક્ત પંચતીથી પ્રતિમાની ઊંચાઈ લગભગ ૮ અને પહોળાઈ ૫૫ છે. આદિનાથની પોતાની પ્રતિમાની ઊંચાઈ ૪૧” છે. ૨૮