Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪). સલતનત કાલ
ગિ. માંડલિકના દરબારમાં વિદ્વાનોને તેમ વિઘાને માટે માન હોવાનું જણાય છે. બહારથી આવેલ કવિ ગંગાધર એની યુવાવસ્થાનાં ચરિતોને મહાકાવ્યના રૂપમાં નિરૂપે છે, તો આ કાવ્યની રચના પછી સંભવતઃ જન્મેલી વીનવાયી નામની માંડલિકની રાજકુમારી દ્વારા-વરસ નામનું નાનું સુમધુર કાવ્ય રચે છે. • આ રાજકુમારી ઝાલા વંશના વીરસિ હના પૌત્ર રાજા હરસિંહદેવની રાણી હતી. દ્વાર–પત્તની રચના કરી ત્યારે એ વિધવા હતી. આ કાવ્યમાં સેંધપાત્ર એ છે કે એ પોતાના પિતા માંડલિક વિશે લખતાં ગૌરવપૂર્ણ રીતે જણાવે છે કે “યાદવ વંશમાં વિકસેલી કીર્તિવાળો, પોતાના પ્રતાપથી મહત્ત્વ પામેલે, સદ્ધર્મ અને વિદ્યાને જેણે આશ્રય આપે હતો તે, જેણે ભિન્ન ભિન્ન દિશાઓમાં બહાદુર શત્રુઓ ઉપર વિજય મેળવ્યો હતો, દયા દાન માટે જ જેણે સંપત્તિ એકત્રિત કરી હતી, વાચકોને જે જોઈએ તે આવનારો હતો, તે રાજવી માંડલિક માની હતો, અર્થાત પિતાનું ગૌરવ જાળવી રાખનારો હતો.'
મારી-માધ્ય ઈ.સ. ૧૪૬૦ ના અરસામાં લખાયું હોવાથી ગુજરાતના સુલતાન કે એનાં સૈન્યો સાથેના વિગ્રહની કોઈ ખાસ વિગત એમાં મળતી નથી; માત્ર એક આછું સૂચન મળે છે કે માંડલિક જ્યારે ઘોડેસવાર થઈ તલવાર ઘુમાવતો લેઓની સામે ધસી જતો હતો ત્યારે લોકો બોલી ઊઠતા કે શું ભગવાન કહિક પ્લેચ્છોને વિનાશ કરવા ઘૂમી રહ્યા છે, વગેરે. આ બાબત એમ સૂચવે છે કે માંડલિકે સોરઠમાંનાં મુસિલમ થાણું ઉઠાડી મૂક્યાં હેય. માંગરોળમાંનું મુસ્લિમ થાણું દૂર કરવાનો પ્રયત્ન થયો હતો એ વિશે માહિતી મળે જ છે. મહમૂદ બેગડાના સમયમાં સૈયદ સિકંદરના વંશજ સૈયદ રાજુના હાથમાં માંગરોળની સત્તા હતી. એના અમદાવાદમાં રહેતા હજરત શાહઆલમને ઉદ્દેશી લખેલા પત્રમાં રપષ્ટ લખ્યું છે કે “ખાસ કરીને ગઢ ગિરનારનો રાજા અને વર્તમાન હાકેમો એટલા પ્રમાણમાં મુસલમાનો ની વિરુદ્ધ છે કે હવે આ સ્થળે વસવું મુશ્કેલ થઈ પડયું છે, જેના જવાબમાં પણ શાહઆલમ સાહેબના શબ્દ સ્પષ્ટ છે કે “મઝનૂર હાકેમ ટૂંકા સમયમાં યોગ્ય શિક્ષાને પ્રાપ્ત થશે.”
ઈ.સ. ૧૪૫૭માં બેગડે ૧૪ વર્ષની વયે સત્તા ઉપર આવ્યો ત્યારે હજી એની ઊગતી ઉંમર હતી. એ પછી સારી એવી તૈયારી કરી લીધી ત્યારે એણે માંડલિકને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી તાબેદારી સ્વીકારવાનું કહેણ મોકલ્યું. આના અસ્વીકારનું બહાનું મળતાં એણે ઈ.સ. ૧૪૬૭ માં પોતાની ૨૪ વર્ષની ભરજુવાનીમ જનાગઢ ઉપર ચડાઈ કરી. બેગડો ચડી આવે છે એ જાણવામાં આવતાં ત્યાંના હિંદુઓ પોતાનાં માલમિલકત અને કુટુંબીજનોને “મહાબલા નામની