Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૧૮]
સતનત કાલ
.
સલ્તનત કાલમાં હિંદુ તેમજ જૈન મૂર્તિઓનું કોતરકામ સેલ કી કાલના હિસાબે માંડ ૨૫ ટકા જેટલું થયું હશે એમ લાગે છે. આવી શિકૃતિઓમાંની અમુક કૃતિઓ સેલંકીકાલીન પ્રણાલિકા જાળવીને થઈ હોય એમ એ કાલનાં બાંધકામ જોતાં અનુમાન કરી શકાય.
ઉતરાયેલી કેટલીક હિંદુ તથા જૈન મૂર્તિઓ ગુજરાતના જુદા જુદા ભાગોમાં જોવા મળે છે. હિંદુ મૂર્તિઓમાં વિષ્ણુનાં જુદાં જુદાં અવતારી અને અંશ સ્વરૂપની મૂર્તિઓ, કૃષ્ણની મૂર્તિ, રામ લક્ષ્મણ અને જાનકીની મૂર્તિઓ, અષ્ટભુજથી માંડીને વિસભુજ વિષ્ણમૂતિઓ. લક્ષ્મી-નારાયણ, ઉમા-મહેશ અને બ્રહ્મા-સાવિત્રીની મતિઓ વગેરે ઘણા અંશે ડુંગરપુરી મરક્ત શિલામાથી કેતરાયેલ જોવા મળે છે. જેને ના તીર્થ કર પાર્શ્વનાથની સંખ્યાબંધ મૂર્તિએ ગુજરાતનાં જુદાં જુદાં જૈન મંદિરોમાંથી મળી આવી છે, જે આ કાલમાં કોતરાયેલી છે. આમાંની કેટલીક મૂર્તિ એની નીચે લેખ પણ કોતરાયેલા છે.
સ૮૧નત કાલ દરમ્યાન કોતરાયેલી જુદા જુદા દેવની મૂર્તિ ખંભાત નજીકના મેતપુર ગામના અંબાજીના મંદિરમાં મુકાયેલી બ્રહ્મા-સાવિત્રી તથા લકમનારાયણની યુગ્મ પ્રતિમાઓ, ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા-શામળાજીના મંદિરમાં મુકાયેલી શામળાજીની ૫-૧૦” ઊંચી પ્રતિમા, ઈડર શહેર નજીકના દેલવાડા ગામની વાવમાં મુકાયેલી ત્રિવિક્રમ વિષ્ણુની પ્રતિમા જેની નીચે સંવત ૧૪૧૨(ઈ.સ. ૧૩૫૫-૫૬)ની સાલને ઉલ્લેખ થયેલ છે, પેટલાદના પ્રેફેસર દવેના ઘર મંદિરમાં મૂકેલ ત્રિવિક્રમ વિષ્ણુની પ્રતિમા જેની નીચે સંવત ૧૫૧ર(ઈ.સ. ૧૪૫૫૫૬)ને લેખ કોતરાયેલ છે, પાટણ તાલુકાના અડિયા ગામના દૂધેશ્વર મહાદેવના મંદિરની બાજુની દીવાલમાં મુકાયેલ ઉમા-મહેશની યુગ્ય પ્રતિભા અને ગંગાજીની વાડીની ચતુર્દશભુજ વિષ્ણુપ્રતિમા ખાસ નેધવાલાયક ગણાય.
પ્રભાસ પાટણ અને થાનનાં સૂર્યમંદિર, જુના ડીસા ગામમાં આવેલ સિદ્ધાંબિકા માતાનું મંદિર, સાબરકાંઠા જિલ્લાના વિજયનગર નજીકના જંગલમાં આવેલાં શિવશક્તિ તથા વિષ્ણુ પંચાયત મંદિર, ગઢવાડામાં આવેલાં કંકીવાસ, નજીકનાં વિષણુ તથા શૈવ મંદિર, ખેડબ્રહ્મા તાલુકાના મોટા પોશીનાનું નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર, વડનગરનું હાટકેશ્વર મહાદેવનું મંદિર, જૂનાગઢના દાદર કુંડના કાંઠા ઉપરના દામોદરજીના મંદિરનો કેટલેક ભાગ, પંચમહાલ જિલ્લાના સંતરામપુરમાં આવેલ વિષ્ણુમંદિર તથા શિવમંદિર, ઝાલાવાડના ધ્રાંગધ્રા વિભાગમાં આવેલ જૂની કંકાવટી નગરીનું સંબલેશ્વર મહાદેવનું શિવમંદિર, શત્રુંજય ગિરનાર