Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મું]
સામાજિક સ્થિતિ
(૨૫૯ -
(દાણા વેચનાર), એરંડિયા, રાસણિયા (ધાતુ પર ઢાળ ચઢાપનાર), સાળવી, મીણારા, ચુનારા, લોઢારા (પી જારા), સઈ (દરજી), ભાડભૂજા, ચોખા નાપિત’ (ઉચ્ચ વર્ણની હજામત કરનાર વાળંદ), મલીન નાપિત’ (નીચલા વર્ષોની હજામત કરનાર વાળદ), સાબુસર, વણકર, પીતલગરા (પિત્તળનાં વાસણ બનાવનાર), નારા (તણવાનું કામ કરનાર, રફૂગર) ગુલિયારા (રંગરેજ), ઘાંચી, મદ્યપહટી (કલાલ), ૫ ટીવણા (પાટી વણનાર), ખાસરિયા (પતરાળાં-પડિયા બનાવનાર અને વેચનાર) વગેરેનાં નામ મળે છે. •
આ કાલના અભિલેખમાં કાયસ્થાનો ઉલ્લેખ થયો છે. તેઓ લખ માવાંચવાને વડીલોપાર્જિત ધંધે કરતા. વળી રાજ્ય તરફથી મહેસૂલ-વસૂલાતના કામમાં પણ એમને રોકવામાં આવતા હતા. ૧૧
અંત્યજ ચંડાળ ચમાર ખાટકી આહેડી માછી ઢેડ વગેરે પરંપરા મુજબ અસ્પૃશ્ય ગણાતા અને સવર્ણો એમનાથી દૂર રહેતા. નરસિંહ મહેતા અસ્પૃશ્યો વચ્ચે ભજન કરવા ગયા હોવાથી એમને સવર્ણો તરફથી ઘણું સહન કરવું પડયું હતું. લગ્ન અને સ્ત્રીઓની સ્થિતિ
આ કાલના સાહિત્ય પરથી જણાય છે કે બાલ્યકાળમાં જ કન્યાનાં લગ્ન કરી નાખવાની પ્રથા વ્યાપક બની હતી. એકપત્નીત્વ દિપત્નીત્વ અને અનેક પત્નીત્વ એ ત્રણેય પ્રથા પ્રચારમાં હતી. મોટા ભાગનાં ટૂંકી આવકવાળાં કુટુંબોમાં કૌટુંબિક જીવન દુ:ખદ વિષાદમય અને કલહભર્યું હતું. પિતા-પુત્ર પતિ-પત્ની સાસુ-વહુ અને નણંદ-ભોજાઈના સંબંધ સુખદ ન હતા. વહુઓને સાસુ અને નjદ તરફથી ઘણો ત્રાસ સહેવો પડતો. નરસિંહ મહેતાના કુટુંબના જીવનપ્રસંગ આના દષ્ટાંતરૂપ છે. વહુ ગરીબ ઘરની હોય એનું ડગલે ને, પગલે અપમાન થતું, પણ શ્રીમંત ઘરની હોય તો ઘરમાં એનું ઝાઝું ભાન રહેતું.. કન્યાને ઓછી પહેરામણી આપનાર માબાપની કન્યાના સાસરા અને પિયર બંને પક્ષોમાં ખૂબ ટીકા થતી.
બાળલગ્નને કારણે કજોડાં થતાં. ઘણી વાર વર નાદાન હોવાથી નવયૌવના પત્ની મને વ્યથ અને પરિતાપમાં બળ્યા કરતી. જેમને પતિને પ્રેમ પ્રાત થતા તે સ્ત્રીઓ સાસુ સાથે સત્તા માટે ઝઘડતી. આવી સ્ત્રીઓ સાસુને ત્રાસ પણ આપતી અને ઘર વિરુદ્ધ પતિને ભંભેરતી. એને પતિ ઘર સાંકડું પડે છે, ઘરને ભાર સહન નથી થતો, વગેરે જેવાં બહાનાં કાઢીને જુદો રહેવાની પેરવી