Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓએ કરેલી ને
| ગુજરાતમાં મુસ્લિમ સત્તાને આરંભ થયા બાદ જે વિદેશી પ્રવાસીઓ આવ્યા તેઓમાં મુસ્લિમ પ્રવાસીઓમાં સૌથી વધુ ખ્યાતનામ બનેલ મોરોક્કોને વતની ઈબ્ન બટૂતા હતો. એણે ગુજરાતનાં ખંભાત ગંધાર અને ઘોઘાનાં બંદરની મુલાકાત લીધી હતી. ખંભાતનું વર્ણન કરતાં એ લખે છે કે “આ શહેર એની ઉત્તમ રચના અને એની મરિજદના સ્થાપત્યની બાબતમાં સૌથી સુંદર શહેરમાંનું એક છે. એનું કારણ એ છે કે એના મોટા ભાગના રહેવાસી વિદેશી વેપારી છે, જેઓ હમેશાં સુંદર મહેલ અને મજિદો બાંધે છે અને એમ કરવામાં એક બીજા સાથે સંપર્ધામાં ઊતરે છે. આ શહેરનો સેનાપતિ મુકબીલ-ઉત-તિલંગી. છે અને એને નાયબ ઇસફનને જુવાન શેખ છે. સ્થાનિક સૂબાએ ઇબ્ન બટૂતાને એની મંડળીઓ સાથે મિજબાની આપી હતી. એણે જે ધનાઢ્ય વેપારીઓના ભવ્ય મહેલની માહિતી આપી છે તેમાં શરીફ અમૂ-સમરીના મહેલનું મુખ્ય દ્વાર ખંભાત શહેરના પ્રવેશદ્વાર જેવું હવાનું, વેપારીઓના રાજા જેવા અલુ કઝારૂનીના મહેલમાં અંગત મજિદ હેવાનું અને નજમુદ્દીન-અલ્ગિલાની, જે સુલતાન પર ભારે વગ ધરાવતો હતો, તેણે શહેરના સૂબા તરીકે પોતાની નિમણૂક કરાવ્યાનું જણાવે છે. ખંભાતથી બન્ને બતૂતા એની મંડળી સાથે કાવી અને પછીથી ગંધાર ગયે. ગંધાર આ સમયનું મહત્ત્વનું બંદર હતું. આ બંને સ્થળો એક હિંદુ ખડિયા રાજાના તાબાનાં હતાં. ગંધાર પહોંચતાં ત્યાંના રાજાએ સામે આવી એમનું સ્વાગત કર્યું, માન આપ્યું અને પિતાના મહેલમાં રહેવા સગવડ આપી. અહીંથી અલુ–જાગીર નામનું મોટું જહાજ અને બીજી પચાસ નાની હોડીઓવાળો અને એબિસિનિયન ચોકિયાતોથી સજજ કાફલો લઈ એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી ચાર માઈલ દૂર આવેલ પીરમબેટ પહોંચ્યો. મુસ્લિમેએ પીરમ બેટની હિંદી વસ્તીને હાંકી કાઢી હોવાથી એ બેટ નિર્જન બન્યા હતા, પણ ખંભાતના અલ કઝારનીએ અહીં કિલ્લેબંધી જેવી વ્યવસ્થા કરાવી કેટલાક મુસ્લિમોને વસાવ્યા હતા. બીજે દિવસે અને બટૂતા સૌરાષ્ટ્રના પૂર્વ કાંઠે આવેલ પ્રખ્યાત બંદર ઘંઘા આવ્યો. એ મોટાં અને મહત્ત્વનાં બજાર માટે જાણીતું