Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સલ્તનત કાલ
ઝ.
સીઝર ફેડરીક (ઈ.સ. ૧૫૯૮) પણ અમદાવાદને ઘણું વિશાળ અને મોટી વસ્તીવાળું શહેર કહે છે. ૨૫
અકબરની જેમ જહાંગીર બાદશાહે પણ અમદાવાદની મુલાકાત લીધી હતી. કાંકરિયા તળાવની રચના જહાંગીરને બહુ ગમી હતી.
ત્યારે ઈડરને રાણો તથા કચ્છના રાવ બાદશાહને મળવા અમદાવાદ આવેલા. સરખેજના ભાગે આવેલી ફતેહવાડીમાં અમદાવાદના કારીગરોએ બનાવેલ આબેહૂબ ફળફૂલ જેઈ બાદશાહ ભારે અચરજ પામ્યા હતા. જહાંગીરના મુકામ દરમ્યાન અમદાવાદમાં ઘણો વરસાદ પડે ને સાબરમતીમાં રેલ આવેલી.
જહાંગીર કાંકરિયામાં રોશની અને આતશબાજીની મેજ પણ માણતો. બેગમ નૂરજહાં સાથે એ શહેરના બાગમાં બેસતો ને મછવામાં બેસી નદીમાં સહેલ કરતો. શાહજાદા શાહજહાંની સૂબાગીરી દરમ્યાન દુકાળના રાહતકામ તરીકે ઈ.સ. ૧૬૨૧-૨૨ માં અમદાવાદની ઉત્તરે નદીકિનારે શાહીબાગ બાંધવામાં આવ્યો. અંગ્રેજ અને વલંદા વેપારીઓએ અમદાવાદમાં કઠી કરી જહાંગીરની મુલાકાત લીધી હતી. અંગ્રેજ એલચી સર ટોમસ રોએ અમદાવાદમાં જહાંગીરની મુલાકાત લઈ અંગ્રેજોને વેપાર કરવાની છૂટ આપતા કરારના બે પત્ર ઈંગ્લેન્ડના રાજા જેમ્સ ૧લા પર લખાવ્યા હતા (ઈ.સ. ૧૬૧૮).
જહાંગીરના સમયમાં લખાયેલી “મિરાતે સિકંદરીમાં લખ્યું છે કે અમદાવાદ શહેરની ખૂબી જ પુરવાર કરી આપે છે કે જેમણે શહેરને પાયે નાખ્યો તે ચારે પુરુષો(અહમદે)ને હાથ મુબારક હતા. એમને લીધે દુનિયાનાં શહેરમાં આ શહેર ચડિયાતું ગણાયું છે. જમીન પરના તથા દરિયા પરના મુસાફરો કહે છે કે આવું મનોહર શહેર ભૂમિ ઉપર વસેલું બીજે ક્યાંય નથી. વસ્તીના પ્રમાણમાં બીજાં શહેર મોટાં હશે ખરાં, પરંતુ બાંધણી અને દેખાવમાં અમદાવાદની બરાબરી કરે તેવું બીજુ શહેર નથી.ર૭ | મુઘલ સામ્રાજ્યમાં સોનાના સિક્કા પાડવાની જે ટંકશાળો હતી તેમાંની એક અમદાવાદમાં હતી. અમદાવાદના કારીગરો ઘણા કુશળ હતા ને દિલ્હીના રાજકુટુંબ માટે તથા દરબાર માટે અમદાવાદની કારીગરીની ઘણી ચીજ જતી. ૧૭ મી સદીની શરૂઆતમાં આવેલા અંગ્રેજ વેપારીઓને અમદાવાદ લંડન જેવડું મોટું શહેર લાગ્યું હતું ને ઘણું પસંદ આવ્યું હતું.
શાહજહાંના સમયમાં ગુજરાતમાં વિ.સં. ૧૬૮૭( ઈ.સ. ૧૬૭૧-૭૨)માં સત્યાશિયા કાળ” તરીકે ઓળખાતે મેટે દુકાળ પડયો ત્યારે અમદાવાદમાં