Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિ સલતનતની શાળે અને એમાં પડાવેલા સિકા રિર૩
સતનતનાં નાણુનું ધોરણસર કોઈ નામ સિક્કાઓ પર અંકિત થયું નથી. મહમૂદશાહ ૧લાના એક સેનાના સિકકા પર દીનાર” શબ્દ મળે છે, પણ એ શબ્દ સામાન્ય રીતે સેનાની ધાતુના કોઈ પણ સિક્કા માટે વપરાયો હોય એમ લાગે છે. ઐતિહાસિક પુસ્તકો અને વિદેશી યાત્રીઓનાં વૃત્તાંત પરથી ટંકા મહમૂદી ચંગેઝી વગેરે નામો મળે છે, પણ એમાંનું એક પણ નામ ધરાવતો કોઈ સિક્કો મળતો નથી." એ પ્રમાણે સલ્તનતના નાણાધોરણની વજન મૂલ્યાંકન વગેરે બાબત નક્કી કરવી એ એક મહાજટિલ પ્રશ્ન છે. સોનામાં આ વિશે પ્રશ્ન નથી. રોજિંદા ચલણમાં ન હોવાને લઈને એના એટલા બધા ભાગે (fractions) કે વજન ન હોય એ દેખીતું છે. આરંભથી સોનાના સિક્કામાં ૧૮૫ ગ્રેનના તોલાનું વજન-ધારણ રહ્યું હોય એમ પ્રાપ્ય નમૂનાઓ પરથી જણાય છે, પણ ચાંદી અને વિશેષ કરીને તાંબામાં એટલું બધું વજન-વૈવિધ્ય છે કે તેઓનું મૂલ્યાંકન અને એક ધોરણ નિર્ણયાત્મક રીતે નિશ્ચિત થઈ શકયું નથી. આ પ્રશ્ન પરત્વે રેવ. ટેલર, શાહપુરશાહ હેડીવાલા અને સિંધલ એ વિદ્વાનોએ વિગતવાર ચર્ચા કરી છે. આની ફલશ્રુતિરૂપે કહી શકાય કે સલ્તનતકાલમાં ચાંદીના ઘર અને તાંબાના ૧૬ મૂલ્યાના સિક્કાઓનું ચલણ હતું. ચાંદીમાં ૯૬ રતીના તોલા=૧૭૭૬ ગ્રે. અને તાંબામાં ૮૦ રતીના તલા=૧૪૪ ગ્રે. ને એમ હતા. હોડીવાલા તાંબાના ઉપલબ્ધ સિક્કાઓનાં વજનના તુલનાત્મક અભ્યાસ પછી એવા અભિપ્રાય પર આવ્યા છે કે સમકાલીને ચલણમાં તાંબામાં એક નહિ, પણ બે નાણાં–એકમ હતા, જેમાં એકનું વજન બીજા કરતાં વધારે હતું. બંને વચ્ચેનું પ્રમાણ ૪:૫ હતું. ચાંદીમાં એક નાણા-એકમ હતા અને ચાંદીના આંશિક સિક્કા(fraction)નું તાંબાનાં બંને રણના આંશિક સિક્કાઓની અમુક સંખ્યા સમાન મૂલ્ય નિર્ધારિત હતું.
| મુઘલ સામ્રાજ્યના અંતિમ સમયમાં ભારતનાં લગભગ સ્વતંત્ર એવાં રાજારજવાડાંઓએ તેમજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના નામના જુદા સિક્કા પાડવાને બદલે માત્ર નામના જ રાજ્યકર્તા એવા મુઘલ બાદશાહ શાહઆલમ ૨ જા અને એના અમુક અનુગામીઓના નામના સિક્કા પાડવાનું ચાલુ રાખવાની જે પ્રથા અપનાવી હતી તેવી જ પ્રથા ગુજરાતમાં પ્રથમ મહમૂદશાહ ૩ જાના સમયમાં શરૂ થઈ હતી એ એક નેંધપાત્ર હકીકત ગણાય. સૈારાષ્ટ્રનાં ભૂતપૂર્વ પ્રથમ રજવાડાં– નવાનગર જુનાગઢ અને પોરબંદરના રાજવીઓએ અને કચ્છના રાવે પિતાની મુદ્રાઓ–દોકડાઓ અને કેરીઓ–આ પ્રમાણે ગુજરાતના સુલતાનની શાહી ટંકશાળની ભાતના સિક્કાઓ જેવી બહાર પાડી હતી.