Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૫ મું || થાપત્યકીય સ્મારક
(૪ પટ્ટ ૨૪, આ. ૪). આના જેવડ બી જે મોડે રેજે ઈટ અને ચૂનાના કોંક્રીટમાં ગુજરાતમાં તો નથી જ. દરિયાખાને મહમૂદ બેગડાના વખતમાં સ. ૧૪૫૩ માં આ બંધાવ્યો હતો એમ કહેવાય છે. આ રોજાની ભીંતની જાડાઈ ૨૭૫ મીટર છે. અને એના ઉપર લગભગ ૩૦ મીટરની પહોળાઈને ઘુંમટ ટકી રહ્યો છે. આ ઘુંમટને ભાર ઝીલવા માટે જ ભી તને આટલી બધી જાડી કરવી પડી છે. સ્થાપત્યના દષ્ટિએ આ રોજાની રચના ઈટરી સ્થાપત્યની અનુપમ સિદ્ધિનો પુરાવો છે, કારણ કે આની સાથે જ થયેલી ધોળકાની ખાન મસ્જિદને ઘણો ભાગ તૂટી ગયો છે,
જ્યારે આ રોજાને કંઈ પણું નુકસાન થયું નથી તેમજ એને ઘુંમટ અસાધારણ ભારે હોવા છતા એને પણ કંઈ થયું નથી. ભીંતની જાડાઈ ઉપર જે તે શું મા લીધે છે તે વિશિષ્ટ જ્ઞાન બતાવે છે.
અચૂત મૂકીની મસ્જિદ–અમદાવાદમાં દૂધેશ્વર પાસે આવેલી આ સુંદર મસ્જિદ અત્યારે તો ઝૂપડપટ્ટીનો એક ભાગ છે. આ મસ્જિદ ઈ.સ. ૧૪૭ર માં મહમૂદ બેગડાના સમયમાં મલિક બહાઉદ્દીન સુલતાનીએ બાંધી છે હિંદુ અને ઈસ્લામી પ્રતીકના સંમિશ્રણરૂપ અને પ્રમાણ તેમજ પ્રતીકેની દષ્ટિએ અહીં ઉત્તમ રૂપકન થયેલું જોવા મળે છે. આ મસ્જિદ રૂપમતીની મજિદ સાથે સારું એવું સામ્ય ધરાવે છે. આ મસ્જિદના મિનારા હાલે છે એવો મિરાતે અહમદીમાં ઉલ્લેખ મળે છે. એમ કહેવાય છે કે આ મસ્જિદને સાત મિનારા હતા–-ત્રણ આગલા કોટ ઉપર, બે પાછલા કોટ ઉપર અને બે મદિના પિતાના મિનારા,૫૯ જોકે કોટની ઉપરના મિનારા કેવા હશે એ કલ્પવું મુશ્કેલ છે. મસ્જિદની સાથે રોજે પણ છે.
ઉસમાનપુરાનાં મસ્જિદ અને રોજે-ગુજરાત વિઘ પીઠ ૫ સે ઉમાપુરામાં બાગમાં આ મજિદ આવેલી છે વટવાળા કુતુબે આલમ સાહેબના મુખ્ય શિષ્ય સૈયદ ઉસમાનને માટે સુલતાન મહમૂદ બેગડાએ આ ઇમારત બંધાવી છે. મજિદમાં મિનારા બે છેડે છે. મિનામાં જવા માટે મસ્જિદની પડખામાં મૂકેલા ઝરૂખાઓમાં સીડી છે. અગાસીથી ઉપ-ના ભાગ માં મિનારા નક્કર છે. રોજની ઘુંમટની બાંધણીમાં બાર થાંભલાને મંડપ બનાવ્યા છે એ એ છે વિશેષતા છે. સુશોભનમાં વૃદ્ધિ અને વધુ આગમયતાની શરૂઆત અહીંથી રતી જોવા મળે છે.
મિયાંખાન ચિશતીની મસ્જિદ–મહમૂદ બેગડાના વખતમાં અમદાવાદમાં શાહીબાગનો પહેલાં મસૂદપુર નામનું પરું વસેલું હતું એના વસાવનાર મલિક મકસૂદ વજીરે સુલતાન મહમૂદ બેગડાના રાજ્યકાલમાં મિયાંખાન ચિશ્તી માટે ઈ.સ. ૧૪૬૫ માં આ મસ્જિદ બંધાવી હતી. આ મલિક અચૂત મૂકીન મજિક