Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મું]
સમકાલીન રાજ્ય
૮િ૩
આ વંશનો કાંઈક વ્યવસ્થિત ઇતિહાસ તે છેલ્લા ત્રણ રાજવીઓને મળે છે. છેલ્લા રાજવી જયસિહદેવના સમયને હાલેલ પાસેના ઉમરવાણ(નાની ઉમરવાણ, તા. હાલેલ, જિ. પંચમહાલ) ગામને કૂવાની દીવાલ ઉપરનો સં. ૧૫૨૫ (ઈ.સ. ૧૪૬૯)ને એક શિલાલેખ મળ્યો છે તેમાં આપેલી વંશાવલી પ્રમાણે પૃથ્વીરાજ ચૌહાણના એક વંશજ હમ્મીરદેવના ગુજરાતમાં આવેલા પુત્ર રામદેવથી ગુજરાતને આ વંશ શરૂ થાય છે, જેના પછી ચાંગદેવ, ચાચિંગદેવ, સેગનદેવ, પાલણસિંહ, જિતકર્ણફૂપુ રાઉલ, વિરધવલ સવરાજ, રાઘવદેવ, ચંબકભૂપ, ગંગરાજેશ્રવર અને એનો પુત્ર જયસિંહદેવ. લગભગ ઈ.સ. ૧૩૦૦થી ૧૪૬૯ સુધીમાં આમ ૧૩ રાજવી થયા કહી શકાય. અહીં સુધીમાં રાજવીનું સરેરાશ ૧૩ વર્ષનું શાસન કહી શકાય.
આ વંશના દસ રાજવીઓની નેંધપાત્ર કઈ વિશેષ માહિતી મળતી નથી, પરંતુ ચંબકદેવ કિંવા યંબકદાસ સત્તા પર આવતાં સંધર્ષને સમય શરૂ થાય છે. આ રાજવી સુલતાન અહમદશાહ ૧લા (ઈ.સ. ૧૪૧૧-૧૪૪૨)ને સમકાલીન હતો. અહમદશાહે ગુજરાતમાં એકચક્રી સત્તા સ્થાપવાનો મનસૂબે કર્યો ત્યારે મધ્ય ગુજરાતમાં કેંદ્રવત સ્થાનમાં રહી આબાદી ભેગવતા આ નાના પણ પ્રતાપી રાજયને નજરમાં લીધું.
ગુજરાતની સલ્તનતની સમાંતર માળવામાં મુસ્લિમ સત્તા સ્વતંત્ર રીતે સ્થાપિત થઈ ચૂકેલી હતી. માળવાના સુલતાન અને ચાંપાનેરના ચૌહાણોને મૈત્રીસંબંધ હતો અને તેથી ચાંપાનેરના પ્રદેશ ઉપરનાં બહારનાં આક્રમણ સામે માળવાની સલ્તનત ચૌહાણોની મદદે દોડી આવતી હતી. ગુજરાત અને માળવાની સલતનત વચ્ચેના લાંબા સમયથી ચાલ્યા આવતા વૈમનસ્યને કારણે ગુજરાતની સલ્તનતની સેનાને માળવા જવું હોય તો અનિવાર્ય રીતે ચાંપાનેરના પ્રદેશમાંથી જવું પડે અને ચૌહાણની સત્તા આ પ્રદેશ ઉપર હાઈ એ શકય બનતું ન હતું. સુલતાન અહમદશાહ સામે હિંદુ રાજાઓએ ઈ.સ. ૧૪૧૬ માં સ્થાપેલા મિત્રસંધમાં ચુંબકદાસ પણ જોડાયો હતો ને માળવાના સુલતાન દૂશંગશાહને એને ટેકે હતો. આ બધાં કારણોને લઈને ઈ.સ. ૧૪૧૮માં અહમદશાહે ચાંપાનેર પર આક્રમણ કરીને કિલ્લાને ઘેરો ઘાલ્યો. ચંબકદાસ થોડા જ સમયમાં શરણે આવ્યા અને ખંડણી તથા લડાઈને ખર્ચ આપી સમાધાન કરી લીધું. ૧૨૧ | વ્યંબકદાસે કર્યા સુધી રાજ્ય કર્યું એ જાણવામાં આવ્યું નથી. એના પછી એને પુત્ર ગંગેશ્વર કિવા ગંગદાસ સત્તા ઉપર આવ્યો. સુલતાન મુહમ્મદશાહ ૨ જા(ઈ.સ. ૧૪૪–૧૪૫૧) એ સમકાલીન તો હતો જ એવું