Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મુ]
સમકાલીન રાજ્ય
[૧૫
પહાડી ખેામાં સલામત જગ્યાએ લઈ ગયા. સુલતાને એ સ્થળે પણ પહોંચી જઈ હિંદુઓની માલમિલકતની ભારે લૂંટ ચલાવી. રક્ષકોએ ટક્કર આપી, પણ તેએ ભારે ખુવારી વહેારી ક્ષીણ થઈ ગયા. રાજા માંડલિક અને એના સૈનિકોએ ઉપરકોટના કિલ્લાએમાં બહાર આવી મુસ્લિમ સેનાના સામના કર્યો, પરંતુ તેમે ટકી શકયા નહિ. રા' માંડલિક ધવાયો. એ કિલ્લામાં ભરાઈ ગયા. મુસ્લિમ સેનાએ જૂનગઢ પ્રદેશમાં લૂટાર્ટ કરીને પ્રદેશને સાફ કરી નાખ્યા. આવી સ્થિતિ થતા માંડલિકે સંધિ કરી, તાબેદારી સ્વીકારી અને ખંડણી આપી, એટલે તત્કલ પૂરતા મમૂદ અમદાવાદ તરફ ચાહ્યા ગયા.૬૪
બીજે વર્ષે (ઈ.સ. ૧૪૬૮ માં) મહમૂદને સમાયાર મળ્યા કે રા' માંડલિક સે।નેરી છત્ર ધારણ કરી તળેટી સુધી ભભકાથી દે પૂજા કરવા જાય છે. પ જુવાન સુલતાનને આ કરેલી સંધિની વિરુદ્ધ લાગે એ સ્વાભાવિક છે, તેથી માંડલિકને એ ગ ઉતારા એણે ૪૦ હજારનું મજબૂત સૈન્ય જૂનાગઢ ઉપર ચડી જવા રવાના કર્યુ. માંડલિક્ર છત્ર ન આપે તેા દેશને લૂટી વેશન કરવાને પણ હુકમ આપ્યા હતા. પરિસ્થિતિ સમજી લઈને માંડલિકે ત્ર અને બીજી કિંમતી ભેટ માકલી આપી દેશને ખાનાખરાબીમાંથી ઉગારી લીધા. ૬
પ્રભાસપાટણ અને માંગરેાળમાં મુસ્લિમ થાણાં જામી ગયેલાં હતાં તેને માંડલિકને ભય હમેશાં રહ્યા કરતા, તેથી સેારઠ પ્રદેશને પૂર્ણ રીતે મુસ્લિમ શાસન નીચે મૂકવાના પ્રબળ મનેાભાવથી ઈ.સ. ૧૪૬૯ માં મહમૂદ પ્રબળ સેના સાથે જૂનાગઢ ઉપર ધસી આવ્યા અને એણે માંડલિકને ‘કાં ા ઇસ્લામ ધમ`તે રવીકાર કર યા ફના થઈ જા' એમ કહેણુ મેકલાવ્યું. માંડલિકે યુદ્ધના સ્વીકાર કરી લીધા. સ્થાનિક હિંદુ અનુશ્રુતિ મુજબ, માંડલિકે ઉપરકોટના કિલ્લામાં સપૂર્ણ તૈયારી કરી દરાજ એક ટુકડીને કિલ્લામાંથી બહાર લડવા મેાકલવાના આરંભ કર્યાં. દરમ્યાન રા'ના મંત્રી વિશળ ફૂટી ગયા ને એણે કાઠારને ઝડપથી વ્યય કરી નાખ્યા અને અગાઉથી કરેલા સમૃત પ્રમાણે કિલ્લાના દરવાજા ખેાલી નખાવ્યા, પરિણામે મહમૂદ પોતાના સૈનિકો સાથે કિલ્લામાં ઘૂસી ગયે।. રાજપૂતા યુદ્ધને માટે તૈયાર જ હતા. એ સમયના પ્રબળ જંગમાં રાજપૂતાએ પેાતાનું ભારે ખમીર બતાવ્યું અને મુસ્લિમ સેનાને ભારે વિનાશ કર્યાં. મુસ્લિમ સેનાને પીછેહઠ કરતી જોઇ મહમૂદ પેાતાના ચુનંદા સૈનિકો સાથે માંડલિકના સૈનિકો ઉપર ધસી ગયેા. માંડલિક ઘેરાઈ ગયા અને પ્રબળ સામનેા આપતાં પાછળથી કોઈ મુસ્લિમ સૈનિકે મારેલા બરછીના ધાથી ધરાશાયી થયા. મહમૂદે એને મુસ્લિમ બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી તે સાચી ઠરાવવાને કોઈ અન્ય રાજપૂત