Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૧૦]
:
સતનત કાલ
પગારદાર અમલદારોની નિમણૂક કરવામાં આવતી, તે અમલદારો “તહસીલદાર” (ખજાનચી) કહેવાતા. એમની મુખ્ય ફરજ ત્યાં શાંતિ જાળવવાની અને ત્યાંનું મહેસુલ વસૂલ કરવાની હતી. ત્યાં વ્યવસ્થા જાળવવા માટે અમદાવાદના લશ્કરી કેંદ્રમાંથી સૈનિકોની એક ટુકડી અલગ રાખવામાં આવતી હતી અને એક અમીરની સરદારી નીચે એ કામ કરતી હતી. એ ઉપરાંત દરેક સરકાર માં પ્રદેશની વિશિષ્ટતા અને ત્યાંના લોકોના મિજાજને અનુલક્ષીને કેટલીક કિટલેબંધી છાવણી રાખવામાં આવતી તે “થાણું” નામથી ઓળખાતી. એને ઉપરી અમલદાર “થાણદાર ” કહેવાત. ત્યાંના કિલ્લા ઉપર દેખરેખ રાખવા માટે કોટવાલ રહેતો હતો. સરકાર ઉપર હકૂમત કરનાર અમીરને તાબે રહી એણે ફરજ બજાવવાની હતી. થાણામાં સ્થાનિક લોકોમાંથી ભરતી કરાયેલા સૈનિકોની ટુકડી રક્ષણાર્થે રાખવામાં આવતી. એમના નિભાવ માટે રાજ્ય તરફથી રોકડ રકમ ઉપરાંત એ થાણુની આજુબાજુમાંથી થોડી જમીન જુદી રાખવામાં આવતી હતી. ખંડણી ઉઘરાવવા માટે ફેજ જે પ્રદેશમાં જતી ત્યાંની સરકાર ઉપર હકૂમત ધરાવનાર અમીર પિતાની થાનિક ટુકડી લઈ એમાં જોડાઈ જતા. એ અમારે ત્યાંના ખંડિયા ઠાકર કે જાગીરદાર ઉપર કઈ પણ રીતે કાબૂ ધરાવી શકતા ન હતા. | મહેસૂલ ઉઘરાવવાની સગવડ માટે દરેક સરકારને અમુક વિભાગમાં વહેંચવામાં આવી હતી, તે વિભાગ પરગના' કહેવાત. “પરગના” ઉપરનો અમલદાર આમિલ” કે “તહસીલદારકહેવાત. એની મુખ્ય ફરજ પોતાની સત્તા નીચેના પરગના માંથી જમીનનું મહેસૂલ ઉઘરાવવાની હતી. “પરગનાનું વિભાજન ગામમાં ૧૧ કરવામાં આવ્યું હતું, એ સૌથી નાને એકમ હતું.
સામાન્ય રીતે મહેસૂલ પાકના અર્ધા હિસ્સા જેટલું હતું. “આમિલ’ કે તહસીલદાર પોતાની સત્તા નીચેનાં ગામોના મુખીઓની મદદથી પોતાની ફરજ બજાવતો રહેતો. ઉત્તર ગુજરાતમાં ગામડાંઓના મુખીઓ “પટેલ” કહેવાતા. ફારસી લેખકોએ એ માટે અમુકદ્દમ' રાબ્દને ઉપયોગ કરેલો છે. એ ગામને પ્રતિષ્ઠિત માણસ હતો. સરકારી કર્મચારીઓ એની મારફત ખેડૂતો સાથેનું કામ લેતા હતા. દક્ષિણ ગુજરાતમાં ગામડાંના મુખીઓ “દેસાઈ' કહેવાતા હતા. આપવાના મહેલની માંગ તેઓ સામૂહિક ગામોને ભાગીદારોમાં વહેંચી નાખતા હતા અને છૂટાં ગામોમાં વ્યક્તિગત ખેડૂતો પાસેથી લઈને એકત્ર કરતા હતા. આમિલ” (તહસીલદાર) “સરકારના અમલદાર “તહસીલદાર (ખજાનચી)ને એની સત્તાનીચેનાં ગામના હિસાબનો હેવાલ તૈયાર કરી મોકલતા અને તહસીલદાર એ શાહી દરબારમાં પહોંચાડતો. અન્ય કર્મચારીઓ હતા મુશરિફ મુહસ્સિલ, ગુમાસ્તા