Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩]
ધમન્સમા આટલી વિગત ઉપરથી એટલું સ્પષ્ટ થઈ શકે એમ છે કે આ કપરા કાલમાં જેને મંદિર-મૂર્તિની પ્રસ્થાપનપ્રવૃત્તિ ચાલુ રાખી શક્યા હતા. સૂરિપદપ્રાપ્તિના ઉત્સ, યાત્રાઓ વગેરે દ્વારા પણ તેઓ ધાર્મિક ઉત્સાહ ટકાવી શક્યા હતા.• આ હકીકત શ્રમ પ્રત્યેની ગૃહસ્થોનાં ભક્તિ-પૂજ્યભાવની પણ ઘાતક ગણાય.
વિ. સં. ૧૫૦૭(ઈ.સ. ૧૪૫૧)માં રનસિંહસૂરિના પટ્ટાભિષેકના અવસરે જૂનાગઢના રા'માંડલિકે પંચમી અષ્ટમી અને ચતુર્દશીના દિવસોએ પોતાના રાજ્યમાં કઈ જીવની હિંસા ન થવી જોઈએ એવી અમારિાષણ કરી તે પહેલાં એકાદશી અને અમાવાસ્યાએ તે આવી અમારિ પળાતી હતી ? આને આગલે વર્ષે અર્થાત વિ.સં. ૧૫૦૬(ઈ.સ. ૧૪૫૦)માં મહારાણા કુંભકર્ણ-કુભાએ આબુના જૈન યાત્રિકો પાસેથી મુંડકું વળાવું વગેરે ન લેવા અને એમનું રક્ષણ કરવા સધી વ્યવસ્થાપત્ર લખી આપેલું.૯૨
સિદ્ધરાજના શાસનકાલમાં વિ.સં. ૧૧૮૧(ઈ.સ. ૧૧૨૫)માં વેતાંબરદિગંબર વચ્ચેના પ્રસિદ્ધ વાદમાં દિગંબરે હારી જતાં શરત પ્રમાણે એમને ગુજરાત છેડી જવું પડ્યું હતું, ત્યારથી ગુજરાતમાં એ સંપ્રદાયનું મહત્ત્વ ઘટી ગયું હતું. પરંતુ શ્રી, મે. દ દેસાઈ જણાવે છે એ મુજબ પ્રાયઃ તપાગચ્છીય પ્રસિદ્ધ આચાર્ય સોમસુંદરસૂરિના સમયમાં–અર્થાત વિ.સં. ૧૫૦૦(ઈ.સ. ૧૪૪૪) પહેલાં ઈડરમાં દિગંબરી ભટ્ટારની ગાદી સ્થપાઈ અને ત્યાર પછી સોજિત્રામાં પણ થઈ.૯૪
જૈનેના સાહિત્યવિકાસમાં પણ આ કાલ દરમ્યાન ખાસ રુકાવટ આવી નહિ, ઊલટું જેનોનું ભાષાસાહિત્ય તો પૂર્વકાળ કરતાં આ કાલખંડમાં વધારે વિકસ્યું."
ગ્રંથરચના ઉપરાંત ગ્રંથદ્ધારનું કાર્ય પણ આ કાલમાં ઠીક ઠીક વેગીલું રહ્યું, અને વિક્રમના ૧૫મા સૈકાના મધ્યમાં અને અંતમાં હજારો હતપ્રતો લખાઈ.૯૬ તાડપત્રો બંધ થયાં અને એનું સ્થાન કાગળે લીધું અને ગમે તે કારણ હોય, પરંતુ જૂના સર્વ તાડપત્રીય ગ્રંથની નકલે કાગળ ઉપર લખવામાં આવી, એકી સમયે એકીસાથે ગુજરાત અને રાજસ્થાનના પ્રસિદ્ધ ભંડારોની તાડપ્રતને જીર્ણોદ્ધાર થયો છે
આ રીતે તૈયાર થતા વિપુલ સાહિત્યને રાખવા માટે અનેક ગ્રંથાલય પણ આ સમયમાં સ્થપાયાં. જેસલમેર, જાબાલિપુર (જાહેર), દેવગિરિ, અહિપુર નાગર અને પત્તન–પાટણમાં વિશાળ પુસ્તકાલય સ્થાપ્યાં એ જિનભદ્રસૂરિનું અતિઈ-૫-૨૪