Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૮ મું) રાજ્યતંત્ર
२०. અમલદાર હતો. મહેસૂલ ઉઘરાવીને મુશરિફને સેપવામાં આવતું. કારકુને પગના અંગેની માહિતીની નેંધ રાખતા અને કાનૂનગો’ પાક અને આકારણીનાં પાછલાં વર્ષોનાં દફતર સાચવતા. “ધરી ખેડૂતોના પ્રતિનિધિ હતો. એ એમની પરિસ્થિતિ અને માગણી અંગે વહીવટી તંત્રને વાકેફ રાખતો હતો.
સૌથી નાનો એકમ ગામડું હતો. એને વહીવટ પંચાયત કરતી હતી. દરેક ગામમાં એક “મુખી' રહેતો, જેની મારફત એ ગામના વહીવટનું સંચાલન થતું અને ત્યાંને “પટવારી ખેતી પાક આકારણી અને રાજ્યને ભરપાઈ કરવાની રકમ એ સર્વનો હિસાબ રાખતો.
અણહિલવાડના હિંદુ રાજાઓ જે રીતે મહેસૂલ વસૂલ કરતા હતા તે જ પ્રમાણેની પદ્ધતિ ચાલુ રહી હતી. એ મહેસૂલ પાકના હિરસા–રૂપે લેવાનું હતું, એ ઉપરાંત જકાત, માલની હેરફેર, વેપારધંધા વગેરે ઉપર પણ કરવેરા ઉઘરાવતા હતા. જમીનના કસ મુજબ મહેસૂલનો દર ઓછોવતો રહેતો, પરંતુ પાકના ત્રીજા ભાગથી વિશેષ અને પાકના છઠ્ઠા ભાગથી નીચે ભાગ્યેજ રહે હતા. પ્રદેશના કેટલાક ભાગોમાં જમીનદારે આપનાને હિસ્સો ખેડૂતો પાસેથી મંત્રી (એટલે આડતિયા) મારફત સીધો વસૂલ કરવામાં આવતો હતો અને કેટલાક ભાગોમાં મોટા જમીનદારો ભારત એ એકત્ર કરવામાં આવતા હતા.
જમીન સંબંધી ઝઘડાઓના ફેંસલા મહેસૂલી અમલદાર કરતા હતા. તેઓ મુખ્યત્વે કરીને હિંદુઓ હતા. ગ્રામપંચાયતે ગામમાં ઉપસ્થિત થતા ઝઘડાઓને નિકાલ કરતી હતી. પ્રદેશની આવક
ગુજરાતના પ્રદેશની આવક નાઝિમ નિઝામુમુક જૂના બહાદુર તુર્ક (ઈ.સ. ૧૩૫૦)ના સમયમાં બે કરોડ ટંકાની હતી. એના બંને ઉત્તરાધિકારીઓ ઝફરખાન ૧ (ઈ.સ. ૧૩૬૨-૧૩૧૧-૭૨) અને ઝફરખાન ૨ જે (ઉર્ફે દરિયાખાન) (ઈ. સ. ૧૩૭૧-૭૨-૧૩૭૪) ના સમયમાં બે એટલી જ ચાલુ રહી હતી.
૨. ગુજરાતની સ્વતંત્ર સતનતને વહીવટ પ્રદેશને વિસ્તાર
આરંભના સુલતાને (ઈ.સ. ૧૪૦૩–૧૪૫૦)એ પિતાનું શાસન દઢ અને મજબૂત રાખવા ઉપર જ પિતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એમણે એમના રાજ્યની હદને વિશેષ પ્રમાણમાં વિસ્તારી ન હતી. એ પછી ઈ.સ. ૧૫૩૦ સુધીમાં