Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨૮] સલ્તનત કાલ )
મિ, નર્મદાને કિનારે છાવણી નાખીને એણે લડાઈને આરંભ કર્યો, પરંતુ લડાઈ આગળ વધે તે અગાઉ બંને પક્ષો વચ્ચે સંધિ થઈ અને સુલતાન મુબારકશાહ ખાનદેશ પાછો ગયે. ઇતિમાદખાનનું વર્ચસ
બાળ સુલતાન અહમદશાહની સ્થિતિ ઈતિમાદખાનના કબજાના કેદી સમાન હતી. તખ્તનશીની પછી પાંચ વરસ બાદ એના ઉપર લદાયેલા ઈતિમાદખાનના બંધનને અને એને પચાવી પાડેલી એની તમામ સત્તાને એને ખ્યાલ આવ્યો. એક દિવસ લાગ જોઈ એ નાસી છૂટયો અને સૈયદ મુબારક બુખારીના રક્ષણ નીચે મહમૂદાબાદમાં રહેવાનું એણે પસંદ કર્યું.
એ સૈયદની પ્રતિષ્ઠાને પ્રભાવ અને ઈતિમાદખાનતા આપખુદી સ્વભાવ પ્રત્યેની નફરતને લઈને કેટલાક અમીરો ત્યાં એકત્રિત થયા અને એક મિત્ર-સંઘની સ્થાપના કરી. ઈતિમાદખાન અને એના સાથીદારોએ એની સામે લડવા કૂય કરી અને બંને વચ્ચે લડાઈ થઈ તેમાં તીર વાગી જવાથી સૈયદ બુખારીનું અવસાન થયું. પરિણામે સંધ હાર્યો અને એનું લશ્કર વિખેરાઈ ગયું (ઈ.સ. ૧૫૫૮ ની જુલાઈના ૧૩ મી). સુલતાન અહમદશાહ કેટલાક દિવસ જંગલમાં રખડો રહ્યો. અંતે એને ઈતિમાદખાન પાસે પહોંચવું પડ્યું. એ એને અમદાવાદ લઈ ગયો અને એને શાહી મહેલમાં કેદી તરીકે રાખ્યો.
ઇમાદુલમુક ગોરી અને તાતારખાન ગોરી નામના અમીરો ઇતિમાદખાને એકહથ્થુ રાખેલી સત્તાને લઈને કંટાળી ગયા હતા. એમણે તે બહાર કાઢી અમદાવાદમાં એના મકાન ઉપર ગોળાનો મારો ચલાવ્યો, આથી સુલતાનને લઈને એ ચાંપાનેર પાસે આવેલા હાલોલમાં નાસી છુટયો. ત્યાં એણે લશ્કર એકત્રિત કરવા માંડયું. મહોમાંહે લડાઈઓ ફાટી નીકળવાની તૈયારી હતી એટલામાં કેટલાક શાંતિપ્રિય લોકોની દરમ્યાનગીરીથી અમીરામાં કરાર થયા જેને લઈને ઈતિમાદખાન રાજ રક્ષક તરીકે ચાલુ રહ્યો. ત્યારબાદ સુલતાન ઇતિમાદખાન વિરુદ્ધ મૂખમી ભરી યોજના કરતે રહ્યો, જેની ઇતિમાદખાનને જાણ થતાં એણે સુલતાન ની કતલ કરાવી (ઈ.સ. ૧૫૬૧.૪૭ સુલતાન મુઝફફરશાહ ૩ જો (ઈ.સ. ૧૫૬૧-૧૫૭૩)
સુલતાન અહમદશાહ ૩ જાને કરુણ અંત આવ્યો. એને કઈ વારસ ન હતો. એવા સંજોગોમાં ઈતિમાદખાને બાર વરસના નનૂ નામના એક છોકરાને મુઝફફરશાહ ૩ જા ને ખિતાબ એનાયત કરી ઈ.સ. ૧૫૬૧ માંજ૮ તખ્તનશીન કર્યો. એ નમૂ૪૯ શાની ખાનદાનને હેવી બાબતમાં શંકા છે.પ૦