Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૪]
સલ્તનત કાલ
[..
હાય એમ જણાતું નથી, કારણ કે ઈડર ફરીથી રાવના કબજામાં આવેલું જશુાય છે.
બીજા વરસે એટલે કે હિ. સ. ૮૦૪(ઈ.સ. ૧૪૦૧-૦૨)માં સામનાથના હિંદુ લેાકાએ ફરીથી ત્યાની મૂર્તિની પૂજા શરૂ કરી હોવાના સમાચાર ઝફરખાનને મળ્યા, તેથી એક ફોજ આગળ રવાના કરીને એ પડે એની પાછળ ગયો. હિંદુઓએ એની ફાજના બરાબર સામના કર્યા, પરંતુ તે એની સામે ટક્કર ઝીલી શકયા નહિ, તેથી તેઓ દીવના ટાપુના કિલ્લા તરફ નાસી ગયા. ઝફરખાને એમને પીછે કર્યાં અને એમનામાથી ઘણાની કતલ કરી, એમનું સેનાપતિપદ સંભાળનાર હમીર નામના ગેાહિલ રાજપૂતને પકડી હાથીના પગ નીચે કચડાવી નાખ્યો. ઝફરખાને એ પછી દીવમાંનું મંદિર તેાડાવી નાખ્યુ. અને એના સ્થાને મસ્જિદ ચણાવી ત્યાં એણે કાઝીએ અને મુફતીઓની નિમણૂક કરી અને એક ફોજ રક્ષણાર્થે મૂકી. એ પછી તાતારખાન આ બને ચડાઈઓમાં પિતાની સાથે ગયો હતા તે પશુ અણહિલવાડ પાટણ પાટનગરમાં પરત પહેાંચ્યો.
દિલ્હી સલ્તનતની પડતી
.
ચ્યા સ` બનાવે ગુજરાતમાં બન્યા તે દરમ્યાન દિલ્હી સલ્તનતની પડતી દશા હતી. રાજપૂત રાજાએ ઠેર ઠેર મળવા કરતા રહ્યા હતા. મોટા અમીરા સરદારા સામતા જાગીરદારે। વગેરે સત્તા પ્રાપ્ત કરવા નિરકુશ થઈ ગયા હતા. તેઓ યુક્તિ-પ્રયુક્તિ અજમાવતા રહેતા હતા. સુલતાન ફીરાઝશાહના સમયથી મહેલમાં જે પરદેશી ગુલામેા નેકરી કરતા હતા તે તેાફાની અને બળવાખેાર બન્યા હતા. સનિતના તખ્ત ઉપર નાસિરુદ્દીન મહમૂદશાહ હતા તે દરમ્યાન ઈ.સ. ૧૩૯૮ માં એક મહાન વિનાશક રાજકીય આંધી આવી, તીમૂરે અતુલ સ`પત્તિ . લૂંટવા માટે હિંદુસ્તાન પર આક્રમણ કર્યુ અને દિલ્હી લૂંટી હાહાકાર વર્તાવ્યો. દરમ્યાન સુલતાન મહમૂદશાહે હારી, ત્યાંથી પલાયન કરી, પહેલાં ગુજરાત આવી મુઝફ્ફરખાનને આશ્રય લીધે તે ત્યાં પોતાને માત-મરતમા ન મળતાં એ ત્યાંથી માળવા ગયો. દિલ્હી સતનતની રહીસહી સત્તા પણ માટી ભેગી મળી ગઈ. તીમૂર ભારતમાંથી પાછા કર્યાં તે પછી પાંગળી બનેલી સત્તાને લઈને દેશમાં અંધાધૂંધી અને અવ્યવસ્થા વ્યાપ્યાં. મહમૂદ્દશાહ ઈ. સ. ૧૪૦૧ માં દિલ્હી પાછા કર્યો, પરંતુ હવે પ્રદેશના હાકેમા અને નાઝિમા સ્વતંત્ર શાસક થઈ બેઠા. ગુજરાતમાં તાતારખાને સ્વત ંત્ર સત્તા ધારણ કરી (ઇ.સ. ૧૪૦૩). પરિણામે દિલ્હી અને ગુજરાત વચ્ચેના સંબંધ તૂટી ગયો.