Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિ.]
સલતનતની ટકશાળે અને એમાં પડાવેલા સિકા
રિ૩૧
શબ્દોમાં અપાયું છે. આ સિક્કો મિશ્રિત ધાતુના મહમૂદશાહના જ ઉપલબ્ધ સિક્કાઓની ભાતને હાઈ-એનું વજન ૧૧૩ ગે. અને ટંકામણ-વર્ષ હિ. સ. ૮૭૪ ૫ણ મિશ્રિત ધાતુની ભાતના એ નમૂનાવાળા છે. ૧૭ જે ધાતુ જાણાવવામાં ભૂલ ન થઈ હોય તે ભાતની દષ્ટિએ અદ્વિતીય ગણાય, કેમકે ચાંદીમાં આવે, વર્ષ સંખ્યા અરબી શબ્દમાં દર્શાવતે એક પણ સિક્કો હજુ સુધી ઉપલબ્ધ થયે હેવાની માહિતી નથી.
મિશ્રિત ધાતુમાં મહમૂદશાહના ઉપલબ્ધ સિક્કાઓની સંખ્યા મર્યાદિત છે. એના બેંધાયેલા સિક્કા બે ભાતના છે તથા વજનમાં ૧૬૦૫ થી ૧૭૬ ગ્રે. અને ૧૧૩ 2.ના છે. આમાંની પહેલી ભાત, ઉપર છેલ્લા ફકરામાં જેનો નિદે શ થયો છે તે, ચાંદીના સિક્કા જેવી છે.
આમાં અમુક નમૂનાઓ પર પાછળની બાજુ પરનું ચેરસ ક્ષેત્રવાળું લખાણ વર્તલીય ક્ષેત્રમાં છે અને વૃત્તખંડોવાળું ગોળ હાંસિયામાં. આ ભાતના સિકા અત્યાર સુધી માત્ર એક બેંધાયા હેઈ દુર્લભ ગણાય. વળી એ હિજરીના નવમા શતકના એક દશક–આઠમામાં ટંકાયા હોય એમ લાગે છે. આ સિક્કાઓ પર ટંકશાળનું નામ નથી.
મિશ્રિત ધાતુના સિક્કાની બીજી ભાત ટંકશાળના નામવાળા સિક્કાઓની છે. વર્ષ-સંખ્યા આગલી બાજુ પર છે, એ સિવાય આગલી બાજુનું લખાણ પહેલી ભાત જેવું, પણ સહેજ જુદી ગોઠવણવાળું છે. પાછલી તરફ ગોઠવણ પહેલી ભાતના વર્તુળવાળા ક્ષેત્ર અને હાંસિયા જેવી છે, પરંતુ હાંસિયામાં અરબી શબ્દોમાં વર્ષને બદલે ટંકશાળનામ શ સામે મુતાવાર (જુનાગઢ) છે. આ ભાતના સાતેક સિક્કા મળ્યા છે.
આ બે ભાતે ઉપરાંત ભાવનગર જિલ્લાના તળાજા ગામ ખાતે બે સિક્કો મહમૂદશાહની મિશ્રિત ધાતુની સિક્કાઓમાં અદ્વિતીય કહી શકાય તેવી બીજી બે ભાતોને ઉમેરો કરે છે એવું આ સિક્કાઓના પ્રકાશિત વર્ણન ઉપરથી જણાય છે, પણ ભાત તરીકે આ બંને ભાત મહમૂદશાહના તાંબાના સિક્કાઓમાં મળતી હોઈ અને મિશ્રિત ધાતુમાં આ બે ભાતને કે તેઓને મળતો કેઈ પણ સિક્કો હજુ સુધી નોંધાયે ન હેઈ, જે ધાતુ વિશે, મુદ્રણદોષ ન હોય તે, આ બે નમૂના અદ્વિતીય છે અને એ દૃષ્ટિએ અતિ મહત્વના છે. ૧૮ આમાંના એક સિક્કા પર આગલી બાજુ પર લકબ અને સુલતાનનું નામ છે અને બીજી બાજુ એની રાજકીય વંશાવળીને એક અંશ એના પુરગામી ભાઈ કુબુદ્દીન અહમદશાહ સાથે