Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સતનત કાલ
[પ્ર.
કાવી અને ગધાર બંદર હતાં. ઘંઘા મોટું શહેર હતું, પણ વહાણોને ચાર માઈલ દૂર લંગરવું પડતું; ત્યાંથી નાની હેડીમાં ધામાં જવાનું. ૪૭
ગાધારમાં વાણિયા વેપારી અને ખાસ કરીને જેનોની વસ્તી વધારે હોય એમ લાગે છે.૪૮
પુરમીન કે પુરમિયાણી બંદરનો ઉલ્લેખ ખાસ નોંધવા જેવો છે. આ બંદરના વેપારીઓને ઈમારતી લાકડાને વેપાર માહીમ તારાપુર વગેરે બંદરો સાથે હતો ૪૯
ગુજરાત મક્કાનું દ્વાર ગણાતું. હજ કરવા જનારને ગુજરાતનાં બંદરોથી જ જવું પડતું. મલિક અયાઝ, એને પુત્ર મલિક તુવાન અને પછી મુસ્તફા રૂમખાન જેવા કુશળ નૌકા-અધિકારીઓના અધિકારમાં ગુજરાતનાં બંદર ઘણે અંશે સલામત હતાં.૫૦ “તારીd--fહાદુરશાહીને કર્તા ખંભાતનો દર (customs officer) હતો, એ પરથી દીવના મુખ્ય નૌકાધ્યક્ષ ઉપરાંત દરેક બંદરે અમલદારે હશે એમ જણાય છે.પ૧
આ બંદરો દ્વારા ગુજરાતને વેપાર ધમધોકાર ચાલતો હતો. પાટણ જેવા સમુદ્રથી સો માઈલ દૂરના શહેરમાં પણ નાવિક–ખારવા માટેનો અલગ મહેલે હેય એ જ ગુજરાતની વહાણ અને સમુદ્રને લગતી પ્રવૃત્તિ કેવી સારી હશે એને ખ્યાલ આપે છે.પર
વેપાર અને એનાં મુખ્ય અંગે–વહાણવટા અને નાણાવટા વિશે ઇતિહાસમાં ઠેર ઠેર છૂટાછવાયા ઉલ્લેખ મળે છે.૫૩
તત્કાલીન સાહિત્ય પણ દરિયાઈ વેપારની સાક્ષી પૂરે છે. ઈ.સ. ૧૩૩૬ માં રચાયેલા કક્કસૂરિ કૃત “નામિનાનિનોઢાર-પ્રવધૂ'માં આ પ્રદેશના બધા નિવાસીઓ પુષ્કળ બંદરેએ અવધ વ્યવસાય કરીને પણ અઢળક ધન મેળવે છે એવું સ્પષ્ટ વિધાન કરેલું છે.૫૪ ૧૫મા શતકના “શ્રીપાલચરિત'માં સાંબી નગરીના ધવલ શેઠનું જે વર્ણન આપવામાં આવ્યું છે તે ગુજરાતના વહાણવટાના જ્ઞાન માટે ઉપયોગી છે. આ શેઠ પાસે ભરૂચમાં એક “મધ્યમ જુગ” નામનું સોળ કૂપ અથત ડાળ(mast)વાળું વહાણ, ચાર ‘લઘુગ' નામનાં ચાર ચાર કૂપવાળાં, ૧૦૦ વડસફર' નામનાં, ૫૪ સિલ્લી નામનાં, ૫૦ ‘આવત્તા' નામનાં અને ૩૫ “ખુરપા” નામનાં વગેરે કુલ ૫૦૦ વહાણ હતાં. નાખુદા અને માલમ જેવાં આજે ય વપરાતાં વહાણના અમલદારોનાં નામ પણ આ સંદર્ભમાં મળે છે. આવા ઘણા વેપારી વિવિધ બંદરેએ હતા.૫૫