Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૧]
- સહતનત કાલ
પિ.
* સૈયદ અહમદ, જે શેખ વજીહુદ્દીન અહમદ અલી (મૃ. ઈ.સ. ૧૫૮૯૫૯ નામથી જાણીતા છે તે, શત્તારિયા ફિરકાના સૂફી હતા. એ મહાન વિદ્વાન હતા. એણે એક મસાની સ્થાપના કરી હતી અને એમાં શિક્ષણકાર્ય પણ એ કરતા હતા. શીખવવાના કામમાંથી ફારેગ થતાં બાકીનો સમય એ પુસ્તકા રચવામાં ગાળતા હતા. એમનાં મોટા ભાગનાં પુસ્તક અરબી ભાષામાં છે. એમણે લખેલ
અધૂરાદ વ મઅલ્માતે હઝરત અલ્લામાં શાહ વજહુદ્દીન અલ્વી” (અલામાં શાહ વહુદ્દીન અલ્વીની પ્રાર્થનાઓ અને જાણકારીએ) ફારસીમાં છે અને એમાં એમના મુરાદ માટે નીતિના ઉપદેશ છે. એ શાયર પણ હતા અને “વજલી' તખલ્લુસથી શાયરી પણ કરતા હતા. અન્ય સાહિત્ય
ગુજરાતના સુલતાનોની ઉદારતાની પ્રતિષ્ઠા મુસ્લિમ દેશોમાં ભારે હતી. એનાથી આકર્ષાઈને યમન હિજાઝ મિ પર અને ઈરાનથી અનેક વિદ્વાનો ગુજરાતમાં આવ્યા હતા અને કિંમતી ભેટ સોગાદો મેળવી હતી. , શીરાઝના ઈનુ જારી નામના એક આલેફાલ શખસે નજીબ શાફેઈને સુલતાન અહમદશાહને પોતાને “અલહસીન” (પ્રિય દર્શન) નામક અરબી ગ્રંથ ભેટ સોગાદ તરીકે બાપવા મોકલ્યો હતો. સુલ શાન મહમૂદશાહ બેગડાને અરબી પુસ્તકોનો ફારસીમાં રજૂ કરાવવાનો ઘણો શોખ હતો. છે તેથી એણે એ પુસ્તકને તરજૂમો ભરૂચના અબુબક્ર પાસેથી ફારસીમાં કરાવ્યો હતો. એના સમયમ ઈને ખલેકાનને મશહૂર મુસ્લિમોનાં જીવનચરિત્રનો અરબીને ફારસીમાં તરજૂમે યૂસુફ ઈબ્દ અહમદે કર્યા હતા, જેનું નામ એણે મઝારુઈન્સાન (મનુષ્યની ઝિયારતનું સ્થાન) આપ્યું હતું. એ જ પ્રમાણે ઈને ઈયાદની કિતાબુ શફાં(રોગમુક્તિનું પુસ્તકોનો તરજૂમે ફારસીમાં ઇન્ન અલફશ કર્યો હતો. સુલતાનને ન તે ધર્મો અગેનો ખાસ અભ્યાસ હતો અને ન તે કઈ અન્ય જ્ઞાન ઉપર પ્રભુત્વ હતું છતાં ધર્મ અંગેની બાબતમાં એની દિલચસ્પી ઉપર પ્રકાશ ફેકતા બનાવેના ૩લેખો તરજમાના પાઠમાં કરેલા છે.
ફેઝુલ્લાહ બિખાની, જેનો ઉલ્લેખ “તારીખે મહમૂદશાહીના કર્તા તરીકે અગાઉ આવી ગયો છે, તેની “મજમઉન નવાદિરમાં ૪ પ્રકરણ છે. એના દીબાચામાં કર્તાએ જણાવ્યું છે કે મારા પરદાદા સદુદ્દીને પાક કુરાનનું ભાષ્ય અને અનેક પુસ્તક અરબીમાં લખ્યાં હતાં અને મારા દાદાના ભાઈ પિત્કાજે અલબુખારી અને મુસ્લિમના હદીસ-સંગ્રહ ઉપર ભાષ્ય લખીને હદીસ-શાસ્ત્રને ગુજરાતમાં લેકભાગ્ય બનાવ્યું હતું. મિન્હાએ લગભગ ૮૦ જેટલાં પુસ્તક પણ