Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સમકાલીન રાખે
[૧૬૭ આમ જૂનાગઢના ચૂડાસમા વંશનું પ્રભુત્વ રા'માંડલિકના પરાજય અને એના અવસાન સાથે પૂરું થયું; સોરઠ પર ત્યારથી મુસ્લિમ સત્તા ચાલુ થઈ.
૩. જેઠવા વંશ ઈ.સ. ૧૩૦૪ માં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઘૂમલી (તા. ભાણવડ, જિ. જામનગર) આસપાસના વિશાળ પ્રદેશ ઉપર જેઠવા વંશના રાણા ભાણજી(ઈ સ.૧૨૯૦થી)ની સત્તા હતી.૭૨
એમ કહેવામાં આવ્યું છે૭૩ કે સં. ૧૩૬૯ (ઈ.સ. ૧૭૧૩) આસપાસ સિંધમાંથી ચડી આવેલા જામ ઉન્નડના પરાજય પછી ત્રણ વર્ષે ચડી આવેલા એના પુત્ર બામણિયાજીના હાથે ભાણ જેઠવાને પરાજય થતાં ને ઘૂમલીને નાશ થતાં ભાણ બરડાની પશ્ચિમ તળેટીમાં આવેલા રાણપુર (તા. ભાણવડ, જિ. જામનગર) આવ્યું અને ત્યાં રાજધાની કરી રહ્યો. એણે સં. ૧૪ (ઈ.સ. ૧૩૭) સુધી રાજ્ય કર્યું.૭૪
મુશ્કેલી એ નડે છે કે એ પંથકની સીમાએ આવેલા રાવલ ગામ (તા. કલ્યાણપુર, જિ. જામનગર)ના કોટની દીવાલ ઉપરના લેખ(સં. ૧૭૭૫- ઈ.સ. ૧૩૧૮)માં
ભૂતાંબિલીમાં મંડલકરણે........ રાણશ્રી જઇતપાલ ભૂપાલના રાજ્યમાં એવો નિર્દેશ થયેલ ૭૫ એટલે રાજધાની “ભૂતાંબિલી- ભૂમલી-ઘુમલીથી ખસી લાગતી નથી અને ભાણુછના રાજ્યકાલના ૨૩મા વર્ષે આમ રાણું જઇતપાલની સત્તા જોવા મળે છે.
એવું માનવું પડે કે જામ બામણિયાએ હરાવ્યા પછી ભાણ ઘૂમલીમાંથી ખસી ગયો હોય અને એ ગાળામાં કુટુંબને જ જઈ તપાલ ઘુમલીમાં ગાદીનશીન થયું હોય. એ હકીકત પણ લક્ષ્યમાં રાખવા જેવી છે કે આ સમયે ન તે સિંધમાં કે ન તો કચ્છમાં કોઈ ઉન્નડ કે એને દીકરે બામણિયો હોવાનું જાણવામાં આવ્યું છે, વળી રાણપુર તે હજી વસ્યું જ નહોતું અને એને તો રાણા રાણોજીએ ઈ.સ. ૧૩૯૬ (ઝફરખાનને હાથે થયેલો પરાભવ) પછી વસાવી રાજધાની બનાવી હતી. હકીકતે ઈ.સ. ૧૩૧૩ થી ૧૩૬૦ સુધી શૂન્યાવકાશ જણાય છે અને ઈ.સ. ૧૩૬૦ માં રાણે જસધવલજી સત્તા ઉપર આવ્યા જાણવામાં આવે છે, જેના પછી રાણે રાજી ૩ જે ઈ.સ. ૧૩૯ર માં સત્તા પર આવે છે. અહીં વળી એક ગૂંચ પડે છેઃ રાણાવાવ(મ. રાણાવાવ, જિ. જૂનાગઢ)માંથી મળેલા સં. ૧૪૪ (ઈ.સ.૧૩૮૪)ના પાળિયામાં (રાણીશ્રી